Top Stories
khissu

તમારી દીકરી માટે બનાવો 21 વર્ષમાં 41 લાખનું ફંડ, આ શાનદાર સરકારી યોજના સુધારશે તેનું ભવિષ્ય

કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે સ્મોલ સેવિંગ્સ સ્કીમનો વ્યાજ દર જાહેર કર્યો છે. સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY)નો વ્યાજ દર 7.60 ટકાથી વધારીને 8 ટકા કર્યો છે. SSY એ છોકરીના નાણાકીય ભવિષ્યને સુરક્ષિત કરવા માટે સૌથી લોકપ્રિય નાની બચત યોજનાઓમાંની એક છે. SSY ખાતું છોકરીના માતા-પિતા અથવા કાનૂની વાલીમાંથી કોઈપણ એક દ્વારા સંચાલિત કરી શકાય છે.

દેશની તમામ દીકરીઓ માટે આર્થિક સુરક્ષાના હેતુથી સરકારે આ યોજના શરૂ કરી હતી. આ યોજના 18 વર્ષ સુધીની દીકરીઓ માટે છે, પહેલા આ મર્યાદા માત્ર 10 વર્ષ સુધીની દીકરીઓ માટે જ હતી. જો તમે પણ તમારી દીકરીઓને સુરક્ષિત ભવિષ્ય આપવા માંગો છો, તો તેના માટે શ્રેષ્ઠ વિકલ્પ સુકન્યા સમૃદ્ધિ યોજના છે. આવો જાણીએ આ સરકારી યોજના વિશે વિગતવાર.

પરિપક્વતા અવધિ
ખાતાની પરિપક્વતાનો સમયગાળો તમે છોકરીનું ખાતું કઈ ઉંમરે ખોલ્યું છે તેના પર નિર્ભર કરે છે. જ્યારે છોકરી 18 વર્ષની થાય ત્યારે આંશિક ઉપાડની સુવિધા ઉપલબ્ધ છે. એટલે કે જ્યારે બાળકી 18 વર્ષની થાય ત્યારે 50 ટકા સુધીની રકમ ઉપાડી શકાય છે. નાણાકીય રોકાણકારો કલમ 80C મર્યાદા હેઠળ ₹1.5 લાખ સુધીની કર મુક્તિનો લાભ લઈ શકે છે.

41 લાખનું ફંડ કેવી રીતે બનશે?
પાકતી મુદતના સમયે કોઈના પૈસા પર લગભગ 7.6 ટકા વળતર ધારે તો, જો કોઈ વ્યક્તિ 12 હપ્તામાં દર મહિને ₹12,500નું રોકાણ કરે છે, તો તમારું દર વર્ષે રોકાણ રૂ. 1,50,000 લાખ થશે. સુકન્યા સમૃદ્ધિ ખાતાની પાકતી મુદત 15 વર્ષની છે. જો તમે 15 વર્ષ માટે દર વર્ષે રૂ. 1,50,000 લાખનું રોકાણ કરો છો, તો તમારું કુલ રોકાણ રૂ. 22.50 લાખ થશે. આ રોકાણ પર 8 ટકાના દરે કુલ રૂ. 19.98 લાખનું વ્યાજ જનરેટ થાય છે. આમ, મેચ્યોરિટી પર કુલ રકમ 42.48 લાખ રૂપિયા થશે. એટલે કે 15 વર્ષ પછી 42.48 લાખ રૂપિયા મળશે.

કોઈપણ રોકાણકાર પોસ્ટ ઓફિસ અથવા દેશભરની કોઈપણ બેંકમાં સુકન્યા સમૃદ્ધિ ખાતું ખોલાવી શકે છે. આ માટે બાળકનું જન્મ પ્રમાણપત્ર, ઓળખ અને રહેઠાણનો પુરાવો આપવાનો રહેશે.