Top Stories
khissu

તાડપત્રી સહાય યોજના, ખેડૂતોને મળશે 75 ટકા સુધીની સબસીડી, જાણો કેવી રીતે લેશો લાભ

ખેડૂતો આઈ ખેડૂત પોર્ટલ પર તાડપત્રી, પંપસેટ, પાક સંરક્ષણ સાધનો, વોટર કેરીંગ પાઈપલાઈન, પાક મૂલ્ય વૃદ્ધિ અને એગ્રો સર્વિસ પ્રોવાઈડર માટે વિવિધ પ્રકારની સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી કરી શકે છે. ખેડુતો ઓનલાઈન અરજી કરવા માટે આઈ ખેડુત પોર્ટલ પર જઈને આજરોજ સવારના ૧૦.૩૦ કલાકથી કરી શકશે.

શું લાભ મળે?
• તમામ ખેડૂતોને કુલ ખર્ચના ૫૦% અથવા રૂ.૧૨૫૦/- એ બે માંથી જે ઓછું હોય તે તેમજ ખાતાદીઠ વધુમાં વધુ ૨ નંગ દર ૩ વર્ષે મળી શકે.
• અનુસુચિત જનજાતીનાં ખેડૂતો માટે તાડપત્રીની ખરીદ કિંમતના ૭૫ % અથવા રૂા.૧૮૭૫/- બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ

જરૂરી ડોક્યુમેન્ટ
ખેડૂતનું આધારકાર્ડની નકલ
7-12 8 અ ની નકલ
રેશનકાર્ડની નકલ
બેંક ખાતાની પાસબુક
મોબાઈલ નંબર ફરજિયાત

અરજી કયાં કરવી
તમારા ગામની ગ્રામ પંચાયત ઓફિસ જઈને વીસીઇ મારફત ઑનલાઇન અરજી કરાવી શકો છો. અથવા તો તમે જાતે ikhedut portl પર જઈને ઑનલાઇન અરજી કરી શકો છો

ખેડૂતો ઓનલાઈન અરજી કર્યા બાદ આ અરજીની પ્રિન્ટ નકલ પોતાની પાસે સાચવવાની રહેશે. પૂર્વ મંજુરી મળ્યા બાદ ઓનલાઈન અરજીની નકલ સાથે જરૂરી સાધનિક દસ્તાવેજો સંબંધિત કચેરીએ મોકલવાના રહેશે.