ઘર અષાઢી બીજડી, નીમે નીરખી જોય,
સોમ, શુક્રરે, સૂરગુરુ, જળબંબાકાર હોય,
રવિ તાતો બુધ શીતળો, મંગળ વૃષ્ટિ ન સોય,
કરમ સંજોગ શનિ પડે, વિરલા જીવે કોય.
સૂર્યદેવનો આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરતાંની સાથે જ પંચાંગ પ્રમાણે વિધિવત ચોમાસાની શરૂઆત થતી હોય છે. ૨૨ જૂને બુધવારે રેવતી નક્ષત્ર અને શોભન યોગમાં સૂર્યદેવનો આદ્રા નક્ષત્રમાં પ્રવેશ થશે. સૂર્યદેવનો વિવિધ નક્ષત્રમાં પ્રવેશ થતાની સાથે જ નક્ષત્ર પરથી વરસાદની આગાહી કરવામાં આવતી હોય છે.
આજથી ધોધમાર ભારે વરસાદ રાઉન્ડ ચાલુ; અષાઢી બીજ સુધીનો વરતારો શું કહે છે જાણો?
૨૨ જૂને આદ્રા નક્ષત્રમાં સૂર્યનો પ્રવેશ થશે. ૨૨ જૂને બુધવાર છે, ચંદ્ર નક્ષત્ર રેવતી છે. આદ્રા નક્ષત્રનો વાહન ઘેટું છે. નક્ષત્રમાં વરસાદની મધ્યમ શરૂઆત થાય છે. ૬ જુલાઈથી સૂર્યદેવનો પુનર્વસુ નક્ષત્રમાં પ્રવેશ થશે. નક્ષત્રની શરૂઆત સાથે સિઝનના પ્રારંભે મધ્યમ વરસાદની શક્યતા જ્યોતિષ શસ્ત્રો આપી રહ્યા છે. વરસાદના 30 ઓગસ્ટ સુધીમાં બાકી રહેલ નક્ષત્રમાં પુનર્વસુ નક્ષત્ર, પુષ્પા, આશ્લેષા અને મઘા નક્ષત્રનો સમાવેશ થાય છે.
Wether મોડેલ મુજબ વરસાદ આગાહી: 21 જૂન થી 30 જૂન વચ્ચે દરિયાકાંઠાના સૌરાષ્ટ્રના જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. જોકે 20 તારીખથી જ અહીંના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. 20 તારીખે દક્ષિણ ગુજરાત સહિત ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, જુનાગઢ અને બોટાદ જિલ્લામાં વરસાદની શક્યતા રહેશે. જ્યારે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી રહેલ છે.
આદ્રા કરી નાખશે પાધરા, વાવણીને લઈને સૌથી મોટી આગાહી
હવે નક્ષત્ર બદલાતા થશે ભારે થી અતિભારે વરસાદ; આદ્રા નક્ષત્રના વરસાદ સંજોગ જાણો