નમસ્કાર મિત્રો, અટકેલું અને વગર વરસાદે આગળ વધેલ ચોમાસું આજે ફરી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કાંઠેથી એક્ટિવ મોડમાં આગળ વધ્યું છે. માહિતી મુજબ આજ વહેલી સવારથી જ ગીર સોમનાથ (ઉના, દીવ), ભાવનગર (મહુવા), સુરત, નવસારી, વલસાડ, ભરૂચ જિલ્લાના વિસ્તારોમાં કાળા ડીબાંગ વાદળોની વચ્ચે ચોમાસાનાં વરસાદી રેડાં આવ જા કરી રહ્યા છે. કોઈ વિસ્તારોમાં હળવો તો કોઈ જગ્યાએ ભારે વરસાદ પડી રહ્યો છે. આગળ ધીમે ધીમે વરસાદ વિસ્તારોમાં વધારો થશે.
હવે ચોમાસુ ધીમે-ધીમે આગળ વધશે. જોકે હજી બે ત્રણ દિવસ સુધી દરિયા કાંઠે જ રહેશે અને પછી 22/23) જૂન આસપાસથી ગુજરાતના અંદરનાં વિસ્તારો ને કવર કરશે. 30 જૂન આસપાસ બધી બાજુ કવર કરે તેવી શક્યતા છે. 5 જુલાઈ સુધીમાં બધી બાજુ એક ભારે વરસાદ પણ આવી જાય તેવી શકયતા રહેશે. એટલે કે વાવણી લાયક વરસાદ બધે વરસાદ પડી જશે. ગુજરાતનાં કોઈ ખેડૂતે ચિંતા કરવાની જરૂર નથી, હજી ચોમાસું વધારે મોડું ખેંચાયેલું નથી આવનાર અષાઢી બીજ સુધીમાં બધે વાવવી થઈ જાય તેવી ફૂલ શક્યતા wether મોડેલ દર્શાવી રહ્યા છે.
મફત છત્રી યોજના: આધાર કાર્ડ દીઠ એક છત્રી મફત, જાણો ફોર્મ કેવી રીતે ભરવું?
આજથી નવો વરસાદ રાઉંડ શરૂ: ઉપર લેવલ ભેજને કારણે ક્યાં-ક્યાં જીલ્લામાં આગાહી?
1 તારીખે અષાઢી બીજ છે. અષાઢી બીજ સુધીમાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં જોરદાર વાવણી લાયક વરસાદ નોંધાય જશે. Wether monsoon data વેબસાઇટ મુજબ 19 થી 27 અને 27 થી 5 જુલાઈ સુધીમાં ગુજરાતનાં દરેક વિસ્તારો વરસાદ કવર કરી લેશે. ઉત્તર ગુજરાત અને કચ્છનો વારો પણ આવી જશે. જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તો 27 તારીખ પહેલા વાવણી થઇ જાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે.
22 તારીખથી આદ્રા નક્ષત્રની શરૂઆત થશે. હાલમાં મૃગશીર્ષ નક્ષત્ર ચાલુ છે. એક લોકવાયકા મુજબ મૃગશીર્ષ નક્ષત્રમાં કડાકા ભડાકા સાથે વરસાદ પડયો હોય તો આદ્રા નક્ષત્રમાં વરસાદ પડે પડે અને પડે જ. આદ્રા નક્ષત્રનો વાહન ઘેટું છે. આ નક્ષત્રમાં વાવણીનો સારો વરસાદ પડતો હોય છે કડાકા ભડાકા સાથે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજ પહેલા વાવણી થઈ જાય તેવા પુરા સંજોગો બની રહ્યા છે. જોકે કુદરતી પરિબળો મુજબ આગાહીમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે.
હવે નક્ષત્ર બદલાતા થશે ભારે થી અતિભારે વરસાદ; આદ્રા નક્ષત્રના વરસાદ સંજોગ જાણો
આ પણ વાંચો: બેંક ઓફ બરોડા ગ્રાહક સેવા કેન્દ્ર કેવી રીતે ખોલવું ? BoB કસ્ટમર કેર સેન્ટર ખોલવાથી થતી કમાણી ? જાણો અહીં
આ પણ વાંચો: BOBના ગ્રાહકો માટે ખુશખબરી: બેંક ઓફ બરોડાએ પોતાના ગ્રાહકોને આપી ભેટ
આ પણ વાંચો: તમારું PAN કાર્ડ સક્રિય છે કે નિષ્ક્રિય, જાણો કેવી રીતે જાણવું, અહીં વાંચો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
આ પણ વાંચો: જો આધાર કાર્ડમાં કોઈ ભૂલ છે તો ચિંતા કરવાની જરૂર નથી, માત્ર એક કોલમાં થઈ જશે સમાધાન