Top Stories
સરકાર આપી રહી છે આ યોજના અંતર્ગત ઘર બનાવવા 1 લાખ 20 હજાર સહાય : જાણો કોને, ક્યારે અને કેવી રીતે?

સરકાર આપી રહી છે આ યોજના અંતર્ગત ઘર બનાવવા 1 લાખ 20 હજાર સહાય : જાણો કોને, ક્યારે અને કેવી રીતે?

સરકારી યોજનાઓમાં પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ ( Pandit Din Dayal Awas Yojna Gujrat) યોજનામાં ઘર બનાવવા માટે 1 લાખ 20 હજાર સહાય મળે છે. જે યોજના હાલ ગુજરાતમાં ચાલુ છે અને ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ ચાલુ છે. 

લાભ લેવા માટે પાત્રતાના માપદંડ: 

આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ .120000/- તથા શહેરી વિસ્તાર માટે રૂ .150000/- અથવા એનાથી ઓછી ઠરાવેલ માં જણાવેલ છે. 

સહાયનું ધોરણ ( કોણ કોણ ફોર્મ ભરી શકે)? 

° સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ, 

° આર્થિક પછાતવર્ગ,

° વિચરતી વિમુકત જાતિના ઘર વહોણા ઈસમોને શહેરોમાં અને ગામડામાં વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે માલિકીનો પ્લોટ ધરાવતા ઈસમોને મકાન બાંધવા માટે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં રૂ .1,20,000/ - આપવામાં આવે છે. 

 ° ( Pandit Din Dayal avas Yojna 2020 માં) મકાન બાંધકામ પૂર્ણ કરવાની અવધિ ર વર્ષની છે. 

ફોર્મ ભરતી વખતે રજુ કરવાના ડોક્યુમેંટ:

અરજદારનો જાતિ / પેટાજાતિ નો દાખલો તથા આવકનો દાખલો. 

અરજદારનો રહેઠાણનો પુરાવો ( આધાર કાર્ડ / વીજળી બિલ / લાઇસન્સ / ભાડા કરાર / ચુંટણી કાર્ડ / રેશન કાર્ડ પૈકી કોઈપણ એક )

કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન/તૈયાર મકાન મળેલ હોય તે ફાલવળવણીના હુકમની એલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ. 

જમીન માલિકીનું આધાર / દસ્તાવેજ / અકારની પત્રક / હક પત્રક / સનદ પત્રક ( જે લાગુ પડતુ હોય તે ) 

અરજદારને મકાન સહાય મંજુર કરવા માટે ગ્રામપંચાયતના તલાટી કમ મંત્રી / સિટી તલાટી કમ મંત્રી / સર્કલ ઇન્સપેક્ટરે આપવાનું પ્રમાણપત્ર. 

મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી. 

BPL નો દાખલો. 

પતિના મરણ નો દાખલો ( જો વિધવા હોય તો ) 

જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશા ની નકલ ( તલાટી - કમ - મંત્રિ) સહી વાળી.

પાસબુક / કેન્સલ ચેક. 

અરજદારના ફોટો.

ફોર્મ ક્યાં ભરવું?

નજીકનાં સાઇબર વર્લ્ડ ઉપર જઈ ફોર્મ ભરી શકાશે. અથવા જ્યાં ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે ત્યાં ભરી શકશે. 

CSC ( કોમન સર્વિસ સેંટર ) ઉપર પણ ફોર્મ ભરી શકાશે.