Top Stories
સરકાર આ મહિલાઓને આપી રહી છે રૂ. ૫૦૦૦ ની સહાય: જાણો કોને કોને મળશે આ સહાય? શું તમને પણ મળશે આ યોજનાનો આ લાભ? જાણો વધુ માહિતી

સરકાર આ મહિલાઓને આપી રહી છે રૂ. ૫૦૦૦ ની સહાય: જાણો કોને કોને મળશે આ સહાય? શું તમને પણ મળશે આ યોજનાનો આ લાભ? જાણો વધુ માહિતી

કોરોના મહામારી થી જો કોઈને સૌથી વધુ અસર થઈ હોય તો તે સ્ત્રીઓ અને નાના બાળકો છે. મોટાભાગે આવકનો સ્ત્રોત ન હોવાથી આવા કોરોના નાં કપરા કાળ વચ્ચે ગરીબ વર્ગની સ્ત્રીઓ અને બાળકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આવા સમયમાં સ્થિતિ ત્યારે વધુ ગંભીર બની જાય જ્યારે સ્ત્રી પ્રેગનેન્ટ (ગર્ભવતી) હોય. સ્ત્રીઓને પ્રેગનેંસી દરમિયાન વધુ દેખભાળ ની જરૂરિયાત હોય છે. મોદી સરકારની માતૃવંદના યોજનાથી ગર્ભવતી મહિલાઓને આર્થિક મદદ મળે છે.

શું છે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના?
મહિલાઓ માટે કલ્યાણકારી યોજનાઓ માંની એક યોજના એટલે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના (Pradhan Mantri Matru Vandana Yojana -PMMVY). જે જાન્યુઆરી 2017 માં શરૂ કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર ગર્ભવતી મહિલાઓના ખાતામાં 5000 રૂપિયા મોકલી રહી છે. ગર્ભવતી મહિલાઓને અને નવજાત બાળકના વિકાસને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે PMMVY બનાવી છે. આ યોજના અંતર્ગત જે મહિલાઓ ગર્ભવતી છે અને જે મહિલાઓ થોડા સમય પહેલા જ મા બની હોય તેવી મહિલાઓની આર્થિક મદદ માટે રૂપિયા 5000ની સહાય આપવામાં આવે છે. પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના આ રૂપિયા 5000 ની સહાય અલગ-અલગ ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે 19 વર્ષ પહેલાં ગર્ભવતી બની હોય તે મહિલા આ યોજનાનો લાભ લઈ શકે નહિ. 

જાણો ક્યારે મળે છે સહાય?
PMMVY અંતર્ગત પ્રથમ વખત ગર્ભવતી થવા પર મહીલાઓને પોષણ માટે ખાતામાં 5000 રૂપિયા આપવામાં આવે છે. તેનો પહેલો હપ્તો સગર્ભા સ્ત્રીની નોંધણી પર 1000 રૂપિયા આપવામાં આવે છે. નોંધણી થયાના 150 દિવસની અંદર 1000 આપી દેવામાં આવે છે. જ્યારે બીજો હપ્તો 2000 રૂપિયાનો હોય છે. જે 180 દિવસની અંદર અને ઓછામાં ઓછી એક ડિલિવરીનુ નિરીક્ષણ થઈ ગયા બાદ મળે છે. સરકાર દ્વારા આ યોજનાનો ત્રીજો હપ્તો 2000 નો આપવામાં આવે છે જે બાળકનું પ્રથમ રસીકરણ ચક્ર પૂરું થાય ત્યારે આપવામાં આવે છે.

કંઈ મહિલાઓ આ યોજનાનો લાભ ઉઠાવી શકે?
આ યોજનાનો લાભ તે મહિલાઓને મળે છે જે રોજીંદા પગાર ધોરણ પર કામ કરતી હોય અથવા જેમની આર્થિક સ્થિતિ ખૂબ નબળી હોય. આ યોજનાનો મુખ્ય હેતુ ગર્ભાવસ્થા દરમિયાન મજૂરીમાં થયેલા નુકસાનને ઘટાડવા માટે આ યોજના બહાર પાડવામાં આવી છે. આ આર્થિક મદદથી સગર્ભા સ્ત્રીઓને આરામ કરવાનો સમય મળે છે. આ યોજનાનો લાભ તે મહિલાઓને નહિ મળે જે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર નાં ઉપક્રમો સાથે સંળાયેલી હોય છે.

કંઈ રીતે ફોર્મ ભરી શકાય?
માતૃવંદના યોજના 2021 અંતર્ગત કેન્દ્ર સરકારે રજીસ્ટ્રેશન ની પ્રોસેસ ઓનલાઇન કરી દીધી છે, એટલે કે લાભાર્થી જાતે જ આ  યોજનામાં ઓનલાઇન ફોર્મ ભરી શકે. એના માટે લાભાર્થી એ સૌપ્રથમ www.Pmmvy-cas.nic.in ઉપર લોગીન કરીને અરજી કરી શકાય છે. આ પ્રક્રિયા ઓનલાઇન છે તેથી ઘર બેઠાં મોબાઈલ અથવા કોમ્પુટરના માધ્યમથી સરળતા થી અરજી કરી શકાય છે..