khissu.com@gmail.com

Top Stories
khissu

PM આવાસ યોજનામાં 6 લાખનું ઘર મળશે 4 લાખમાં

દેશનાં નાગરિકો માટે PM આવાસ યોજના કેન્દ્ર સરકાર દ્વારા 25 જૂન 2015ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ યોજના દેશના ગરીબ તથા મિડલક્લાસ લોકો માટે છે. જે લોકો પોતાનું ઘર ખરીદવા માગતા હોય તે આ યોજના થકી ઘર ખરીદી શકે છે. PM આવાસ યોજના થકી ઘરનું ઘર બનાવવાનું સપનું પૂરું કરવા સરકાર લોકોને આર્થિક સહાય પૂરી પાડે છે. આ યોજના હેઠળ, નવું મકાન ખરીદવા માટે લાભાર્થીને સરકાર દ્વારા 2.67 લાખ રૂપિયાની સબસિડી આપવામાં આવશે.

મોદી સરકારનો ઉદ્દેશ્ય 2022 સુધીમાં બધાને આવાસ આપવાનો છે. મળતી માહિતી અનુસાર હાલમાં એ જાણવા મળ્યું છે કે, લખનૌમાં ગરીબ અને નબળા આવક જૂથને 6 લાખ રૂપિયામાં ઘર આપવામાં આવી રહ્યું છે. જેમાંથી સરકાર દ્વારા રૂ.2.67 લાખની સબસિડી આપવામાં આવી રહી છે. એટલે કે જનતાને 6 લાખનું ઘર 4 લાખમાં મળી રહ્યું છે. જો આ રીતે જોવામાં આવે તો ગરીબ અને નબળા આવક જૂથના લોકો માટે આ યોજના વરદાન સાબિત થઈ રહી છે.

પીએમ આવાસ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય
પીએમ આવાસ યોજના ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં રહેતા લોકો માટે ચલાવવામાં આવી રહી છે. દેશનો કોઈપણ વ્યક્તિ આનો લાભ લઈ શકે છે, જે તેના માટે પાત્ર છે. આ એક એવી યોજના છે કે જેના હેઠળ ક્રેડિટ લિંક સબસિડી આપવામાં આવે છે. આ યોજના હેઠળ પ્રથમ વખત ઘર ખરીદનારાઓને ક્રેડિટ લિંક સબસિડી આપવામાં આવે છે. એટલે કે ઘર ખરીદવા માટે હોમ લોન પર લેવામાં આવતા વ્યાજ પર સબસિડી આપવામાં આવે છે.તેનાથી 2.50 લાખથી વધુ મધ્યમ વર્ગના પરિવારોને ફાયદો થશે.

પ્રધાનમંત્રી આવાસ યોજના માટેની પાત્રતા
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભો મેળવવા માટે, લાભાર્થી પરિવારની વાર્ષિક આવક 18 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ. લાભાર્થી પરિવારે ભારત સરકાર સમક્ષ કોઈપણ આવાસ યોજના હેઠળ કેન્દ્રીય સહાય લીધી નથી અથવા તેમને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કોઈ લાભ મળ્યો નથી, તો જ તેઓ આ યોજના માટે પાત્ર ગણવામાં આવશે. લાભાર્થી અને તેના પરિવારના કોઈપણ સભ્ય પાસે ભારતના કોઈપણ ભાગમાં પાકું મકાન ન હોવું જોઈએ. પરિણીત યુગલના કિસ્સામાં, જો તેમાંથી એક અથવા બંને સંયુક્ત રીતે લોન લે છે, તો પછી એક માત્ર એક સબસિડી માટે પાત્ર બનશે.

પીએમ આવાસ યોજનાની અરજી પ્રક્રિયા:
- સૌ પહેલાં, પ્રધાનમંત્રી આવાસ યોજનાની સત્તાવાર વેબસાઇટ https://pmaymis.gov.in/ પર લોગ ઓન કરવું.

- જો તમે LIG, MIG, EWS કેટેગરીમાં આવો છો તો અન્ય 3 ઘટકો પર ક્લિક કરવું.

- અહીં, પ્રથમ કોલમમાં આધાર નંબર દાખલ કરવો, બીજી કોલમમાં આધારમાં લખેલું તમારું નામ દાખલ કરવું.

- ત્યારબાદ જે પેજ ખુલે છે, તેમાં તમારી સંપૂર્ણ અંગત વિગતો ભરો, જેમ કે નામ, સરનામું, પરિવારના સભ્યો વિશેની માહિતી વગેરે.

- આ સાથે, નીચે એક બોક્સ પર ક્લિક કરો, જેના પર લખેલું હશે કે તમે આ માહિતીની ખરાઈ કરો છો.

- એકવાર બધી માહિતી ભરાઈ જાય અને સબમિટ થઈ જાય, તમારે અહીં કેપ્ચા કોડ દાખલ કરવાનો રહેશે.

- તે પછી તમારે આ ફોર્મ સબમિટ કરવું.

પીએમ આવાસ યોજના હેઠળ બેંક લોન માટે અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો
- અરજદારનો ઓળખ પુરાવો
- અરજદારનું આધાર કાર્ડ
- અરજદારનું પાન કાર્ડ
- આવકનું પ્રમાણપત્ર (IMCOME સર્ટિફિકેટ)
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
- રજીસ્ટ્રેડ મોબાઈલ નંબર
- બેંક પાસબુકની વિગતો
- CLSS એફિડેવિટ (CLSS એફિડેવિટ) 

આ ઉપરાંત, તમે સરનામાના પુરાવા માટે, અરજદાર ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડ, ટેલિફોન બિલ, વીજળી બિલ, મતદાર આઈડી કાર્ડ વગેરે જેવા કોઈપણ દસ્તાવેજો સબમિટ કરી શકે છે.

પીએમ આવાસ યોજનાને લગતી મુખ્ય બાબતો
- કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2022 સુધીમાં 4 કરોડ પાકાં મકાનો બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

- આ યોજના હેઠળ, આર્થિક રીતે નબળા વર્ગો અને ઓછી આવક જૂથના લોકોને 20 વર્ષ માટે 6 લાખ રૂપિયા સુધીની લોન ઉપલબ્ધ કરાવવામાં આવશે.

- યોજના હેઠળ, બાકી લોન પર 6.50 ટકા એટલે કે 2.67 લાખની સબસિડી ઉપલબ્ધ કરાવવામાં આવશે.

- MIG 1 અને MIG 2 જૂથોની વ્યક્તિઓને 20 વર્ષની લોન પર 4 ટકા અને 3 ટકા વ્યાજની સબસિડી આપવામાં આવશે.