Top Stories
khissu

મોદી સરકાર આ યોજના હેઠળ તમારા ખાતામાં જમા કરાવશે 10 હજાર રૂપિયા, બસ કરો આ કામ

લોકોના જીવન ધોરણને ઉપર લાવવા માટે કેન્દ્ર સરકાર અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવી રહી છે. જેના માધ્યમથી લોકોને તમામ પ્રકારની સુવિધાઓ અને આર્થિક મદદ કરવામાં આવી રહી છે. આમાંની જ એક યોજના છે પીએમ સ્વાનિધિ યોજના. જેના માધ્યમથી રોડ પર લારી લગાવતી વેપારી કે રસ્તાને કીનાને બેસીને ધંધો કરતા સ્ટ્રીટ વેન્ડર્સને 10 હજાર રૂપિયાની લોન આપવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે, પ્રધાનમંત્રી સ્વાનિધિ યોજના એવી જ એક યોજના છે, જે એવા લોકોને મદદ કરે છે જેઓ કોરોના સમયગાળા દરમિયાન સૌથી વદુ પ્રભાવિત થયા છે અથવા તેમની નોકરી જતી રહી છે.

હકિકતમાં, કોરોનાની સૌથી વધુ અસર રોજનું કમાઈને રોજનું ખાતા મજૂરો પર પડી છે. તેમના કેટલાક લોકો સ્ટ્રિટ વેન્ડર અથવા લારી ઉભી રાખીને તેમના પરિવારનું ગુજરાન ચલાવતા હતા, જો કે હજુ પણ તેમનો ધંધો પાટા પર આવ્યો નથી. તેથી કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ આવા પ્રભાવિત લોકોને ફરી રોજગાર શરૂ કરવા માટે મદદ કરી રહી છે. 

શું છે પીએમ સ્વાનિધિ યોજના?
આ યોજનાનો લાભ એવા લોકોને જ મળે છે જેઓ હાથલારી, ફેરિયા કે રસ્તાના કિનારે બેસીને ધંધો કરી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. જેને આ યોજનામાં 10,000 રૂપિયા સુધીની લોન લઈ શકાય છે.

આ યોજના સાથે જોડાયેલી ખાસ બાબતો
- સૌ પ્રથમ આ યોજના અંતર્ગત, લોન લેનારનો મોબાઈલ નંબર આધાર સાથે લિંક હોવો જરૂરી છે.
- આ ઉપરાંત આ યોજના હેઠળ લોન લેવાનો સમયગાળો માત્ર માર્ચ 2022 સુધીનો છે.
- આ લોન ફક્ત તે જ લોકોને મળશે જેઓ 24 માર્ચ 2020 ના રોજ અથવા તે પહેલા આવા કામમાં જોડાયેલા હતા.
- શહેરી હોય કે અર્ધ-શહેરી, ગ્રામીણ, શેરી વિક્રેતાઓ આ લોન મેળવી શકે છે.

ગેરંટી ફ્રી લોન મળશે
તો બીજી તરફ સરકારની આ યોજના અંતર્ગત સ્ટ્રીટ વેન્ડર્સને એક વર્ષ માટે દસ હજાર રૂપિયા સુધીની કોલેટ્રલ ફ્રી લોન મળી શકે છે. એટલે કે આ સ્કીમમાં તમારે લોન લેવા માટે કોઈપણ પ્રકારની ગેરંટી આપવાની જરૂર નહીં પડે. આ લોન તમે માસિક હપ્તામાં લોન ચૂકવી શકો છો. નોંધનિય છે કે, લોન લેનારાઓએ આ લોન એક વર્ષમાં હપ્તામાં ચૂકવવી પડશે. જે લોકો સમયસર લોનની ચુકવણી કરશે, તેમના ખાતામાં વાર્ષિક 7 ટકાનું વ્યાજ સબસિડી રૂપે ટ્રાન્સફર કરવામાં આવશે.