Top Stories
khissu

પીકઅપ, મહિન્દ્રા, છોટા હાથી, ટાટા, અશોક લેલન વગેરે વાહન ખરીદવા સરકાર આપશે 50 હજાર રૂપિયા: જાણો કોને, ક્યારે, કેવી રીતે?

નમસ્કાર મિત્રો.

ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2020-21 માં બહાર પાડેલી કીસાન પરિવહન યોજના અંતર્ગત કૃષિ ઉત્પાદનોના પરિવહન માટે “મીડીયમ સાઈઝના ગુડ્ઝ કેરેઝ વાહન" એટલે કે છોટા હાથી ટેમ્પો, પીકઅપ, ટાટા, અશોક લેલન, મહિન્દ્રા વગરે વાહન ની ખરીદી ઉપર સરકાર આપશે રૂપિયા ૫૦ હઝાર થી ૭૫ હઝાર સુધીની સબસીડી સહાય.

સહાય ધોરણ કેટલું રહેશે?

આ યોજના હેઠળ ખેતીવાડી ખાતા દ્વારા એપેનલ્ડ કરેલ મીડીયમ સાઈઝના ગુડ્ઝ કેરેઝ વાહન ( ચાર પૈડા વાળા અને ૬૦૦ કિ.ગ્રા. થી ૧પ૦૦ કિ.ગ્રા. સુધીની ભાર વહન ક્ષમતા ધરાવતા વાહન ) ખરીદવા માટે:

[1] નાના / સીમાંત / મહિલા / અનુ.જાતિ / અનુ.જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના ૩૫ % અથવા રૂ .૭૫,૦૦૦ /- બે માંથી જે ઓછું હોય તે.

[૨] સામાન્ય / અન્ય ખેડૂતોને કુલ ખર્ચના ૨૫ % અથવા રૂ. ૫૦,૦૦૦ /- બે માંથી ઓછુ હોય તે મુજબ સહાય આપવામાં આવશે .

નાણાકીય જોગવાઈ :

વર્ષ ૨૦૨૦ - ૨૧ માં ૮૩૩૩ વાહન માટે કુલ રૂ. ૫૦ કરોડની જોગવાઇ સરકાર દ્વારા કરવામાં આવેલ છે.

ક્યાં સુધી ફોર્મ ભરી શકશો? 

તા. ૧૮ / ૧૨ / ૨૦૨૦ થી તા. ૨૫ / ૧૨ / ૨૦૨૦ સુધી, આઇ - ખેડુત પોર્ટલ ની વેબસાઈટ પર [ https://ikhedut.gujarat.gov.in/ ]

ફોર્મ ભરવા જરૂરી પુરાવા.

(૧) ૭/૧૨ 
(૨) ૮ અ
(૩) રેશન કાર્ડ 
(૪) આધાર કાર્ડ 
(૫) મોબઈલ નંબર
(૬) બેંક ની પાસબુક
(૭) જાતિ નો દાખલો ( અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે )

ક્યાં ફોર્મ ભરી શકશો ?

(૧) ગ્રામ પંચાયત ખાતે વિસીઈ ઓપરેટર પાસે
(૨) ઓનલાઇન ફોર્મ ભરી આપનાર કમ્પ્યુટર ઓપરેટર પાસે 
(૩) CSC સેન્ટર વગેરે જગ્યા એ થી ફોર્મ ભરી શકશો.

: અરજી કર્યા બાદ અરજી ની પ્રિન્ટ ભૂલ્યા વગર વહેલી તકે ગ્રામ સેવક અથવા વિસ્તરણ અધિકારી પાસે જમા કરાવવાની રહેશે.

: અરજી ફોર્મ, ૭/૧૨, ૮ અ, આધાર કાર્ડ ની ઝેરોક્ષ, બેંક પાસબુક ની ઝેરોક્ષ, તથા મોબાઇલ નંબર. [ ફોર્મ પર મોબાઇલ નંબર લખી પોતાની સહી કરી જમા કરાવવું ] 

આ યોજનામાં ફોર્મ ભરવાના માત્ર ગણતરી નાં દીવસો જ બાકી હોવાથી આ માહિતી ગુજરાતના દરેક ખેડૂત મિત્રો જાણી શકે એટલા માટે ખાસ તમારા ગ્રુપમાં ખાસ શેર કરજો. 

બીજી આવી વધારે માહિતી માટે khissu ની એપ્લીકેશન ડાઉનલોડ કરો.