છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે લોકોના વેપાર ધંધા ધીમા પડ્યા છે જો કે હવે સરકારે ઘણી છૂટછાટ આપી છે તેથી નવા વર્ષે તમે તમારો પોતાનો વ્યવસાય શરૂ કરી શકો છો. જેના દ્વારા તમે સારી કમાણી કરી શકો છો. આજે અહીં અમે તમને એવા 10 ધંધા વિશે જણાવિશું જે આખા વર્ષ દરમિયાન ધમધોકાર ચાલશે.
આ વ્યવસાયમાં તમારે થોડી મહેનત અને ધૈર્ય જાળવવું પડશે. આ બિઝનેસ શરૂ કરવામાં કેન્દ્ર સરકાર પણ તમને મદદ કરશે. નોંધનિય છે કે, સ્ટાર્ટ અપ ઈન્ડિયા અને મેક ઈન ઈન્ડિયા જેવા કાર્યક્રમો ઉપરાંત પ્રધાનમંત્રી મુદ્રા યોજના તમને મદદ કરશે છે, આ સ્કીમ દ્વારા તમને સસ્તી લોન અને પૈસા મળશે. જેથી તમારે આર્થિક તંગીનો સામનો નહીં કરવો પડે.
ખાતર વિતરણ
લોકો ગમે ત્યાંથી ખાતર વિતરણનો વ્યવસાય શરૂ કરી શકે છે. આ શરૂ કરવા માટે તમારે પહેલા બિયારણ, ખાતર, વર્મી-કમ્પોસ્ટ વગેરે વેચવાનું લાયસન્સ લેવું પડશે. ત્યાર બાદ તમારા પડોશમાં એવા સપ્લાયર્સ શોધો કે જેઓ વાજબી કિંમતે વેપાર કરવા ઈચ્છુક હોય. યોગ્યા વ્યક્તિ પાસેથી સસ્તા ભાવે ઉચ્ચ ગુણવત્તાની પ્રોડક્ટ્સ ખરીદો. જથ્થાબંધ ખરીદી કરતી વખતે તમે આયાત કરવાનું પણ પસંદ કરી શકો છો.
શાકભાજીની ખેતી
નોંધનિય છે કે શાકભાજીની માગ સમગ્ર વર્ષ દરમિયાન રહે જ છે. જેમા પાલક, બટેટા, ડુંગળી, ટામેટા, કોબીજ, બીન, રીંગણાની ખેતી કરી તમે સારી આવક રળી શકો છો. આ બધા શાકભાજીની માગ ભારતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં બધે છે.
કૃષિ સલાહકાર સેવા (Agriculture Advisory Services)
તો બીજી તરફ અન્ય સેવાની જેમ કૃષિ સલાહકાર સેવાની માંગ આગામી વર્ષોમાં વધવાની છે. ખેતીના નિશ્ચિત ક્ષેત્રમાં નિપુણતા અને અનુભવ ધરાવતા લોકો વ્યવસાયો અને ખેતરોને કન્સલ્ટન્સી સેવાઓ પૂરી પાડવાના વ્યવસાયને ધ્યાનમાં લઈ શકે છે.
માટીની માહિતી માટે લેબ
આ ઉપરાંત જમીનના પોષક તત્વોની માહિતી માટે લેબ ખોલી શકાય છે. સરકાર પણ આમાં મદદ કરે છે. નોંધનિય છે કે, વિવિધ પાકો અને પાકોના રોટેશન અને યોગ્ય ખાતર વિશે માહિતી આપી તમે સારી કમાણી કરી શકો છે.
પશુ આહાર ઉત્પાદન
આ નાના પાયે ઉત્પાદનનું કામ છે. જો તમે સારી રીતે ડિસ્ટ્રીબ્યૂશન કરી શકો તો તમે પશુ આહાર ઉત્પાદન જેવો વ્યવસાય શરૂ કરી શકો છો. જેના દ્વારા સારી કમાણી થઈ શકે છે.
અળસિયાનું ખાતર
આજના સમયમાં વર્મી કમ્પોસ્ટ ઓર્ગેનિક ખાતરનું ઉત્પાદન સમગ્ર દેશમાં એગ્રી-બિઝનેસ મોડલનો મુખ્ય ભાગ બની ગયો છે. તમે આ વ્યવસાય દ્વારા મોટી કમાણી કરી શકો છો.
બકરી અને ગાયના ચારાનો બિઝનેસ
કોઈ પણ કૃષિ પ્રોડક્ટ જેનો ઉપયોગ ચિકન, ઘોડા, ડુક્કર, ઢોર અને બકરા જેવા પાળેલા પ્રાણીઓને ખવડાવવા માટે થાય છે તેને ચારો કહેવામાં આવે છે. તમે આ ચારાનો વ્યવસાય શરૂ કરી શકો છો. તેની સમગ્ર વર્ષ દરમિયાન માગ રહે છે.
માછલી ઉછેર
તો બીજી તરફ માછલી ઉછેરનો વ્યવસાય પણ આજકાલ ખુબ ચાલી રહ્યો છે. જે આખા વર્ષ દરમિયાન કમાણી કરાવશે. તમે ઓછા રોકાણ સાથે આ બિઝનેસ શરૂ કરી શકો છો. સરકાર પણ આ ધંધામાં મદદ કરે છે.
પ્લાંટિંગ
જો તમારી પાસે તમારું પોતાનું ખેતર ન હોય તો પણ તમે વાવણી વાવવાના આધારે વ્યવસાય શરૂ કરી શકો છો.
ડુક્કરનો ઉછેર
તમે ડુક્કર ઉછેરનો ધંધો શરૂ કરી શકો છો. ડુક્કર બ્રોઇલર પછી સૌથી વધુ કાર્યક્ષમ ફીડ કન્વર્ટર્સ છે, અને ડુક્કર ઉછેર એ ઘણી પશુધન પ્રજાતિઓ માટે માંસ ઉત્પાદનનું સાધન પણ છે. આ બિઝનેસ પણ ઓછા રોકાણે શરૂ કરી શકાય છે.