SBI: દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) વરિષ્ઠ નાગરિકો માટે ખાસ ફિક્સ ડિપોઝિટ સ્કીમ ઓફર કરી રહી છે. આ સ્કીમનું નામ SBI વિકેર સ્કીમ SBI Wecare Scheme છે. આ યોજનામાં વરિષ્ઠ નાગરિકોને 5 થી 10 વર્ષની મુદતવાળી FD માટે સૌથી વધુ વ્યાજ મળે છે. SBI WeCare સ્કીમમાં રોકાણ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2024 છે. આ પછી આ સ્કીમમાં રોકાણ કરવાની કોઈ તક નહીં મળે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા આ યોજનામાં રોકાણ પર વરિષ્ઠ નાગરિકોને 0.50 ટકા વધારાનું વ્યાજ ઓફર કરી રહી છે. આ યોજનામાં રોકાણ કરીને તમે SBIની FD કરતાં 0.50 ટકા વધુ વળતર મેળવી શકો છો. હાલમાં SBIની FDમાં રોકાણ પર મહત્તમ વ્યાજ 7.50 ટકા છે. SBIની નિયમિત FDમાં સાત દિવસથી 10 વર્ષના રોકાણ પર 3.50 ટકાથી 7.50 ટકાના દરે વ્યાજ મળે છે.
દરરોજના કામના સમાચાર જાણવા અમારા
whatsapp ગ્રુપ માં જોડાવા અહીં ક્લિક કરો
SBI એ કોવિડ દરમિયાન વરિષ્ઠ નાગરિકો માટે WeCare ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ શરૂ કરી. તે વૃદ્ધોના પૈસા સુરક્ષિત રીતે રોકાણ કરવા માટે શરૂ કરવામાં આવી હતી. આ સ્કીમ FDમાં સૌથી વધુ વળતર આપતો વિકલ્પ છે. બેંક રોકાણ માટેની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે. સમયમર્યાદા લંબાવવામાં આવશે કે નહીં તે અંગે બેંક દ્વારા હજુ સુધી કોઈ સૂચના બહાર પાડવામાં આવી નથી.
આ યોજનામાં ફક્ત વરિષ્ઠ નાગરિકો જ રોકાણ કરી શકે છે. રોકાણ માટે બે મુદત વિકલ્પો આપવામાં આવ્યા છે. આમાં પાંચ વર્ષ અને 10 વર્ષ સુધી રોકાણ કરી શકાય છે. આ સ્કીમની ખાસ વાત એ છે કે તમે તેના આધારે લોન પણ લઈ શકો છો.