Top Stories
Tractor sahay yojana: ખેડુતો માટે ખુશખબર, ટ્રેકટર ખરીદવા માટે મળશે સહાય, જાણો યોજનાની માહિતી

Tractor sahay yojana: ખેડુતો માટે ખુશખબર, ટ્રેકટર ખરીદવા માટે મળશે સહાય, જાણો યોજનાની માહિતી

Tractor sahay yojana: રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે અનેક યોજનાઓ અમલમાં મુકી છે. જેમાંથી એક યોજના છે ટ્રેક્ટર ખરીદીમાં આર્થિક સહાય ની યોજના રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. તેમજ આ સહાય મેળવવા માટે ગુજરાતના તમામ ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે.

રાજ્ય સરકારનાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતો માટે એજીઆર 50 ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટેની સહાય શરૂ કરવામાં આવી છે. જેમાં

(1) 40 પીટીઓ હોર્સ પાવર સુધીનાં મોડેલ માટે ખર્ચનાં 25 ટકા અથવા રૂા. 45000 ની મર્યાદામાં બે માંથી જે ઓછું હોય તે સરકાર માન્ય મોડેલની ખરીદી કરવાની રહેશે.

(2) 40 પીટીઓ હોર્સ પારવથી વધુ અને 60 પીટીઓ હોર્સ પાવર સુધીના મોડેલ માટે ખર્ચના 25 ટકા અથવા રૂા. 60,000 ની મર્યાદામાં બે માંથી જે ઓછું હોય તે સરકાર માન્ય મોડેલ ખરીદવાનું રહેશે. (ખાતા દીઢ વધુમાં વધુ એક માટે)

જરૂરી દસ્તાવેજ 
રાજ્ય સરકારની આ યોજનાનો લાભ ગુજરાતનાં તમામ ખેડૂતો લઈ શકશે. તેમજ આ સહાયનો લાભ મેળવવા માટે ખેડૂતોએ 7/12 નો દાખલો, આધારકારડ તેમજ બેંક પાસબુક તેમજ રદ્દ કરેલ ચેક ઓનલાઈન અરજી કરતી વખતે અપલોડ કરવાના રહેશે.

અરજી ક્યાં કરશો
ખેડૂતો દ્વારા ટ્રેક્ટર સહાયનો લાભ મેળવવા માટે https://ikhedut.gujarat.gov.in પર અરજી કરી શકશે.