Top Stories
khissu

મફત છત્રી યોજના/ જાણો કઈ તારીખ સુધી ફોર્મ ભરાશે? તેમજ યોજનાની સંપૂર્ણ માહિતી.

રાજ્યમાં વિવિધ વર્ગોના વિકાસ માટે જુદી જુદી સરકારી યોજનાઓ રૂપાણી સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. સરકાર દ્વારા મહિલાલક્ષી યોજનાઓ, વિદ્યાર્થીલક્ષી યોજનાઓ, શિષ્યવૃત્તિની યોજનાઓ, ખેડૂતલક્ષી યોજનાઓ વગેરે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. કૃષિ અને સહકાર વિભાગ ગુજરાત સરકાર દ્વારા પણ ખેડૂતો, પશુપાલકો, બાગાયતી કે ફળોનું ઉત્પાદન કરતા વેચાણકારો વગેરે માટે પણ વિવિધ સરકારી યોજનાઓ ikhedut દ્વારા ઓનલાઈન પોર્ટલ પર શરૂ કરવામાં આવે છે

બાગાયતી યોજનાઓ દ્વારા ફળો અને શાકભાજીના ઉત્પાદનમાં વધારો કરવા માટે નવી નવી પદ્ધિતીઓ બહાર પાડવામાં આવતી હોય છે જેને ધ્યાને લઈને ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને આધાર કાર્ડ દીઠ વિનામૂલ્યે છત્રી આપવાની યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. આ મફત છત્રી યોજનાનો લાભ લેવા માટે Ikhedut Portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

લાભ કોને મળશે? 
આ યોજનાનો લાભ ફળો અને શાકભાજીનું વેચાણકારો મળશે.
લાભાર્થીઓ ફૂલપાકોનું વેચાણ કરતા હોય તેમને મળશે.
અરજદાર રોડ સાઈડ પર, હાટ કે નાના બજારમાં વેચાણ કરતા હોય એમને મળશે.
નાના લારીવાળા ફેરીયાઓને પણ આ યોજનાનો લાભ મળશે.
જે કૃષિપેદાશો કે જેમનો ઝડપથી નાશ પામે છે તેનું વેચાણ કરતા નાના વેચાણકારો મફત છત્રી યોજનાનો લાભ મળશે.

ફોર્મ ભરવા માટે જરૂરી દસ્તાવેજ:
1. આધારકાર્ડની નકલ
2. જમીનના 7/12 અને 8-અ ની નકલ
3. રેશનકાર્ડની નકલ
4. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
5. દિવ્યાંગ ખાતેદારો માટે દિવ્યાંગ હોવા અંગેનું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
6. સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખાતેદારની સહી
7.વન અધિકાર પત્રની નકલ (જો લાગુ પડતું હોય તો)

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:
તા 06/06/2021 થી 15/09/2021 સુધી

અરજી ક્યાં કરવી?
આઈ પોર્ટલ યોજનાના હેઠળ લાભ લેવા માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. નાના વેચાણકારો ગ્રામ કક્ષાએથી VCE પાસેથી, તાલુકા કચેરીમાંથી, કોમ્પ્યુટરની કામગીરી કરતા હોય તેમની પાસે અરજી કરી શકે છે.છે. આ યોજનાની ઓનલાઈન અરજી ઘરેથી પણ કરી શકાય.