khissu

હાશ!! હવામાન વિભાગની મોટી આગાહી, આજે સાંજે માવઠાની છેલ્લી ઘડી, જાણો કાલથી કેવું રહેશે ગુજરાતનું હવામાન

Gujarat Weather: અંબાલાલ પટેલે જણાવ્યું કે, 30 નવેમ્બરે ઉત્તરના પહાડો પર હિમવર્ષા થવાની સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તરના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થશે તેમજ હિમવર્ષાના કારણે ધીમે ધીમે ઠંડીનું જોર વધશે. માવઠાના કારણે કપાસના પાકમાં લીલી ખાખરી આવવાની સંભાવના છે. 

જંબુસર અને ભરૂચના કેટલાક વિસ્તારમાં માવઠું પડી શકે છે. વડોદરા અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ કમોસમી વરસાદની શક્યતા છે. માવઠાના કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડીનું જોર વધશે. આજે અને આવતીકાલે વાતાવરણ ચોખ્ખું થશે તેમ અંબાલાલ પટેલ જણાવ્યું છે.

રાજ્યમાં કમોસમી વરસાદે દાટ વાળ્યો છે. રાજકોટ જિલ્લામાં વ્યાપક નુકસાન થયું છે. રાજકોટ જિલ્લામાં એરંડા, ચણા, ઘઉંનો ઉભો પાક ધોવાયો છે. લોધિકા, પડધરી તાલુકાઓના ખેતરોમાં પાકને નુકસાન થયું છે. સુરતના ઓલપાડમાં વરસાદને કારણે રવીપાકને નુકસાન થયું છે. 

ઓલપાડ તાલુકામાં મુખ્યત્વે શેરડી, ડાંગર, શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું છે. માવઠાના કમોસમી વરસાદે ગીર સોમનાથમાં તારાજી વેરી છે. વેરાવળ, તાલાળા, સુત્રાપાડામાં ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. ચણા, તુવેર બાજરી સહિતનો શિયાળુ પાક વરસાદમાં ધોવાયો છે.

હવે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે કે, રાજ્યમાં માવઠાનો આજે સાંજ સુધીમાં અંત આવશે તેમજ આજે ફક્ત એક-બે વિસ્તારમાં છુટાછવાયા ઝાપટાં પડી શકે છે. રાજ્યમાં હવે વધારે વરસાદ નહીં પડવાની હવામાન વિભાગની આગાહી કરી છે. 

આ આગાહી સાથે જ ખેડૂતોમાં પણ રાહતોન શ્વાસ લેવાયો છે અને ખુશીની લાગણી જોવા મળી રહી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત ઉપરથી પસાર થઇ જતાં વરસાદ નહીં પડે તેમજ રાજ્યમાં મોટાભાગના શહેરોમાં તાપમાન 4 ડિગ્રી જેટલું ઘટયું છે અને ગઇકાલે અમદાવાદમાં તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.

અંબાલાલ પટેલે પણ આગળના દિવસોની આગાહી કરી છે. તેમણે જણાવ્યું કે, 30 નવેમ્બરે ઉત્તરના પહાડો પર હિમવર્ષા થવાની સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તરના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થશે તેમજ હિમવર્ષાના કારણે ધીમે ધીમે ઠંડીનું જોર વધશે. 

માવઠાના કારણે કપાસના પાકમાં લીલી ખાખરી આવવાની સંભાવના છે. વડોદરા અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ કમોસમી વરસાદની શક્યતા છે. પછી ઠંડીનું જોર વધશે અને વરસાદનું જોર ઘટી જશે. ત્યારે આગામી સમયમાં જોઈએ કે વરસાદ વધે છે કે પછી ઠંડી ભૂક્કા કાઢે છે.