Top Stories
શું છે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના? કોને મળે છે આનો લાભ

શું છે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના? કોને મળે છે આનો લાભ

ભારત સરકાર ખેડૂતોની આવક વધારવા અને ખેતીને પ્રોત્સાહન આપવા વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવે છે. આવી એક યોજના છે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, જેનો ઉદેશ્ય દેશમાં સિંચાઈ પ્રણાલીમાં રોકાણ આકર્ષિત કરવાનો છે. આ ઉપરાંત દેશમાં ખેતીલાયક જમીનનો વિકાસ અને વિસ્તરણ કરવાનો અને પાણીનો બગાડ ઘટાડવા માટેને છે. આ યોજનામાં સારી તકનીકો અમલમાં મૂકીને પાણીનો યોગ્ય ઉપયોગ કરવાનો છે.

કેવી રીતે કરવી અરજી?
તમને જણાવી દઈએ કે, કોઈપણ ખેડૂત પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ ઓનલાઈન અરજી કરી શકે છે. આ પછી ખેડૂતોએ કોઈપણ પરવાનગી પ્રાપ્ત રજિસ્ટર્ડ પેઢી પાસેથી સ્પ્રિંકલર પાઇપ ખરીદવાની રહેશે અને તેના બિલ સહિતની અરજી ઓફિસમાં સબમિટ કરવાની રહેશે. નોંધનિય છે કે વર્ષ 2015માં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના શરૂ કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે ખેડૂતોને ખેતી કરતી વખતે પાણીની અછત ન રહે, તેથી જ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના શરૂ કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે આ યોજના માટે 50,000 કરોડ રૂપિયા ફાળવ્યા છે. ફુંવારા પદ્ધતિથી સિંચાઈ માટે સરકાર ખર્ચના 80 થી 90 ટકા છૂટ આપે છે. આ પદ્ધતિથી ખેતરને સમતળ કર્યા વિના પિયત કરી શકાય છે.

કોણ લઈ શકે છે લાભ?
તમને જણાવી દઈએ કે, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો પાસે ખેતીલાયક જમીન હોવી જોઈએ. તેના પાત્ર લાભાર્થીઓ દેશના તમામ વર્ગોના ખેડૂતો હશે. આ યોજના હેઠળ, સેલ્ફ હેલ્પ ગ્રુપ, ટ્રસ્ટો, સહકારી મંડળીઓ, સમાવિષ્ટ કંપનીઓ, ઉત્પાદક ખેડૂતોના જૂથોના સભ્યો અને અન્ય પાત્ર સંસ્થાઓના સભ્યોને પણ લાભ આપવામાં આવશે.

આ યોજનાનો લાભ લેવા માટે, ખેડૂતોને આધાર કાર્ડ, ઓળખ કાર્ડ, ખેડૂતોના જમીનના દસ્તાવેજો, જમીનની જમાબંધી (ખેતરની નકલ), બેંક ખાતું, પાસબુક, પાસપોર્ટ સાઈઝનો ફોટો, મોબાઈલ નંબરની જરૂર પડે છે. કોઈપણ વ્યક્તિ આના દ્વારા અરજી કરી શકે છે. વધુ માહિતી માટે તમે સરકારની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈ શકો છો.