Top Stories
khissu

નવાં વર્ષ ( 1 જાન્યુઆરી 2021 ) ની સાથે બદલાશે આ 5 મોટા નિયમો / રેશનકાર્ડ, ગેસ નિયમો, DL, આધાર કાર્ડ સુધારો વગેરે...

1 જાન્યુઆરી 2021, નવા વર્ષની સાથે રાજ્યમાં રેશનકાર્ડ, આધાર કાર્ડ સુધારા, ગેસ સિલિન્ડર, ડ્રાઇવિંગ લાઇસન્સના અને FasTeg નાં નિયમોમાં પણ ફેરફાર જોવા મળશે જે ફેરફાર નીચે મુજબ છે.

1) વધુ 10 લાખ રેશનકાર્ડ ધારકોને મળશે અનાજ.

રાજ્ય સરકારે ઓક્ટોબર મહિનામાં કરેલી જાહેરાત મુજબ નવા દસ લાખ પરિવારોનો સમાવેશ એન.એફ.એસ.એ ( NFSA રેશનકાર્ડ ) માં કરવામાં આવશે અને એ લોકોને જાન્યુઆરી મહિનાથી ગુજરાત સરકાર નું રેગ્યુલર અનાજ આપવામાં આવશે. 

રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો ૨૦૧૩ અંતર્ગત બાકી રહી ગયેલા અને નવા ધારા-ધોરણો મુજબ NFSA માં સમાવેશ થતા લોકોને નવા રેશન કાર્ડ બનાવી આપવામાં આવશે. આ પ્રક્રિયા ગુજરાત રાજ્યમાં ૬૦ દિવસ ચાલશે ( જે હાલ ચાલુ છે ) 

આ પ્રક્રિયાનું નામ માં અન્નપૂર્ણા યોજના છે જેમના ફોર્મ ભરવા માટે મામલતદાર કચેરી અથવા ઝોનલ કચેરીની મુલાકાત લઈ શકો છો અને તમારા રેશનકાર્ડની નોન એન.એફ.એસ.એ કેટેગરીમાંથી એન.એફ.એસ.એ કેટેગરી માં રૂપાંતરિત કરી શકો છો. 

માં અન્ન પૂર્ણા યોજનામાં ફોર્મ ભરવા જરૂરી પુરાવા : 

૧. આવકનો દાખલો જોડવો ( શહેરી વિસ્તારમાં મામલતદારશ્રી અને ગ્રામ્ય વિસ્તારમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી નો ) 

૨. રેશનકાર્ડની ઝેરોક્ષ 

3. તમામ સભ્યોના આધાર કાર્ડ

૪. રેશનકાર્ડમાં નામ હોય તેવા એક સભ્યની બેન્ક પાસબુકની ઝેરોક્ષ 

૫. લાઇટબીલની ઝેરોક્ષ / ભાડાખતા 

૬. પોતાના કે પિતાના નામે જમીન હોય તો ૮ - અ ની નકલ છે. 

૭. જમીન ધરાવતા ન હોય તો રેવન્યુ તલાટી કમ મંત્રીશ્રીનો દાખલો. 

૮. ચુંટણીકાર્ડની ઝેરોક્ષ.

ઓક્ટોબર માં સરકારે આદેશ કર્યો હતો કે 60 દિવસમાં નવાં 60 હજાર લોકો ને આમાં જોડવામાં આવે જેવા કે અત્યંત ગરીબ, પછાત, વિધવા સહાય યોજનામાં લાભ લેતાં, પેન્શન મેળવતા, દિવ્યાંગ, વિકલાંગ, એન.એફ.એસ.એ માં સમાવિષ્ટ ન હોય એવા બીપીએલ ના રેશનકાર્ડ ધારકો, થ્રી વ્હીલ વાહન ચલાવનારા, રિક્ષાચાલકો, રોજનું કમાઈને રોજ નું ખાનારા, બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડ ના નોંધાયેલા શ્રમિકો આમાં ફોર્મ ભરી શકશે અને લાભ લઈ શકશે.

2) LPG ગેસ સિલિન્ડરના ભાવ દર અઠવાડિયે બદલાશે. 

દર મહિનાની શરૂઆતમાં ઓઈલ કંપનીઓ ગેસ સિલિન્ડરના ભાવ નક્કી કરતી હતી પરંતુ હવે 1 જાન્યુઆરી થી દર અઠવાડિયે ભાવો નક્કી કરવામાં આવશે એટલે કે ભાવોમાં વધારો કે ઘટાડો કરવામાં આવશે. 

હાલ LPG ગેસ સિલિન્ડર નો ભાવ 707 રૂપિયા છે જેમાં આગળ વધારો કે ઘટાડો થઈ શકે છે. 

3) ડ્રાઇવિંગ લાઇસન્સ ઘર બેઠાં રીન્યુ થશે. 

પહેલી જાન્યુઆરી 2021 પછી તમારું કાચું ડ્રાઇવિંગ લાઇસન્સ ઘરબેઠા રીન્યુ થશે તમારે આરટીઓ પર જવાની જરૂર નહીં પડે. 

અત્યાર સુધી એવો નિયમ હતો કે તમારા કાચા ડ્રાઈવીંગ લાયસન્સની મુદત ( 6 મહીના ) પૂર્ણ થઈ જાય તો તમારે આરટીઓએ ( RTO ) રૂબરૂ જવું પડતું હતું અને લાયસન્સ રીન્યુ કરાવવું પડતું હતું પરંતુ હવે ઘર બેઠા ઓનલાઇન રિન્યૂ કરાવી શકશો.

વાહન વ્યવહાર વિભાગ તરફથી રીન્યુ કરવાની સિસ્ટમ PARIVAHAN.GOV.IN ની વેબસાઈટ પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

તો આ વેબસાઇટ પરથી ઘર બેઠા ઓનલાઇન લાયસન્સ રીન્યુ કરી અને પ્રિન્ટ કાઢી શકશો. 

4) FasTeg ફરજીયાત 

પહેલી જાન્યુઆરી પછી નેશનલ હાઈવે ટોલ પ્લાઝા પરથી ફોર વ્હીલ વાહન પસાર કરવા માટે તમારા વાહન ઉપર ફાસ્ટેગ હોવું ફરજિયાત થશે. 

જો 1 જાન્યુઆરી પછી કોઈપણ ગાડી પર ફાસ્ટ લગાવેલું નહીં હોય તો એમની પાસેથી બમણો ચાર્જ વસૂલવામાં આવશે. 

આ સાથે ફાસ્ટેગ એકાઉન્ટમાં તમારે મિનિમમ 150 રૂપિયા બેલેન્સ રાખવું પડશે.

5) આધાર કાર્ડ ની નવી સેવા ચાલુ થશે. 

આધાર કાર્ડ બનાવતી એજન્સીએ ( UIDAI ) નવી સર્વિસ સેવા જાહેર કરી છે. તે અંતર્ગત નવા આધાર કાર્ડ રિપ્રિન્ટ કરી શકશો. 

પહેલાં તમારુ આધાર કાર્ડ ખોવાઈ જતું હતું તો એની પ્રિન્ટ નીકળતી ન હતી પરંતુ હવે આધાર કાર્ડ ખોવાઈ જશે તો તમે ફરીથી પ્રિન્ટ કરી શકશો. 

તેમની વેબસાઇટ પરથી 50 રૂપિયા ચાર્જ ચૂકવી નવી રિપ્રિન્ટ અરજી કરી શકો છો અને અરજી કર્યો નાં પાંચ દિવસ બાદ આધાર કાર્ડ મળી જશે. 

આ માહિતી ગુજરાતના દરેક વ્યક્તિઓ જાણી શકે માટે બને એટલે શેર કરો. 

- આભાર ( Team RakhDeL )