Top Stories
khissu

અટલ પેન્શન યોજના/ દર મહીને 42 રૂપિયા ભરો અને સરકાર આપશે માસિક 1000 રૂપિયા, જાણો સંપુર્ણ વિગત

દેશના તમામ નાગરિકોને પેન્શનનો અધિકાર આપતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1 જૂન 2015 થી અટલ પેન્શન યોજના શરૂ કરી છે. પરંતુ આ યોજના હેઠળ પેન્શન મેળવવા માટે, તમારે દર મહિને તેમાં રોકાણ કરવું પડશે. 60 વર્ષની ઉંમર પછી, સરકાર તમને 1000 રૂપિયાથી 5000 રૂપિયા સુધીનું પેન્શન આપશે. તમારા પેન્શનની રકમ તમારા રોકાણની રકમ અનુસાર નક્કી કરવામાં આવશે.

અટલ પેન્શન યોજનાનો ઉદ્દેશ અસંગઠિત ક્ષેત્રના લોકોને નિવૃત્તિ પછીના જીવન દરમિયાન નાણાકીય સુરક્ષા પૂરી પાડવાનો છે. 18 થી 40 વર્ષની વચ્ચેનો કોઈપણ નાગરિક, જેની પાસે બેંક અથવા પોસ્ટ ઓફિસમાં બચત ખાતું છે, તે તેમાં રજીસ્ટ્રેશન કરાવી શકે છે.

કેટલું પ્રીમિયમ ચૂકવવું પડશે: આ યોજનાનો લાભ લેવા માટે તમારે 60 વર્ષની ઉંમર સુધી પ્રીમિયમ (માસિક, ત્રિમાસિક અથવા અર્ધવાર્ષિક) ચૂકવવું પડશે. ત્યાર બાદ તમને તમારા યોગદાનના આધારે 1,000, 2,000, 3,000, 4,000 અથવા 5,000 રૂપિયા પ્રતિ મહિને પેન્શન મળે છે. જો 18 વર્ષનો યુવક 1000 રૂપિયાનું માસિક પેન્શન ઈચ્છે છે, તો તેને દર મહિને માત્ર 42 રૂપિયા ચૂકવવા પડશે. એવી રીતે 40 વર્ષના પુરુષને દર મહિને 5000 રૂપિયા પેન્શન મેળવવા માટે 1454 રૂપિયા ચૂકવવા પડશે.

કોને મળે છે પેન્શન? સબ્સ્ક્રાઇબરના મૃત્યુ પર (60 વર્ષની ઉંમર પછી), પેન્શન તેની પત્નીને મળી જશે. સબ્સ્ક્રાઇબર અને જીવનસાથી બંનેના મૃત્યુના કિસ્સામાં, પેન્શન કોર્પસ નોમિનીને ચૂકવવામાં આવશે. 60 વર્ષની ઉંમર પહેલા સબ્સ્ક્રાઇબરના મૃત્યુ પર, જીવનસાથીને સંપૂર્ણ રીતે ઉપાડ કરવાનો અથવા બાકીની મુદત માટે પ્રીમિયમ ચૂકવવાનું ચાલુ રાખવાનો અને પછી પેન્શન લાભો લેવાનો ઓપ્શન આપવામાં આવે છે.

પેન્શનની રકમ દર વર્ષે બદલાવી શકો છો: તમે મોટાભાગની બેંકો અથવા પોસ્ટ ઓફિસોમાં અટલ પેન્શન યોજનાનું ખાતું ખોલાવી શકો છો. તમને વર્ષમાં એકવાર તમારી ઇચ્છિત પેન્શનની રકમ બદલવાનો વિકલ્પ પણ આપવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ 18 વર્ષની ઉંમરે APY માં જોડાય છે અને 42 વર્ષ સુધી દર મહિને 210 રૂપિયાનું યોગદાન આપે છે, તો તેને 60 વર્ષની ઉંમર પછી 5,000 રૂપિયાનું માસિક પેન્શન મળશે.  મૃત્યુ પછી, તેના જીવનસાથીને પણ પેન્શન મળશે.