Top Stories
khissu

યોજના / ખેડૂતોને અનાજ ભરવા માટે એક ડ્રમ અને બે ટબ ફ્રીમાં મળશે: જાણો યોજનાની સંપુર્ણ માહિતી

નમસ્કાર ખેડુત મિત્રો...
બજેટ 2021 ની અંદર નીતિન ભાઈ પટેલે ગુજરાતના ખેડૂતોને બિયારણ અને અનાજ સંગ્રહ માટે એક ડ્રમ અને પ્લાસ્ટિકના બે ટોકર (ટબ) વિના મૂલ્ય આપવાની યોજના માટે રૂ. 87 કરોડની જોગવાઈ કરી હતી. એવામાં રૂપાણી સરકારે ગઈ કાલે એટલે કે સ્વાતંત્ર્ય દિવસે આ યોજના શરૂ કરી છે. જેમાં વિના મૂલ્યે ખેડૂતોને એક બેરલ (ટીપણુ) અને બે ટબ આપવામાં આવશે.

ડ્રમ તેમજ બે પ્લાસ્ટિકના ટોકર (ટબ) યોજના:- ખેડૂતોને મલ્ટીપર્પઝ ઉપયોગ હેતુ ડ્રમ તેમજ બે પ્લાસ્ટિકના ટોકર (ટબ) ખરીદી માટે સહાય આપવાની યોજના બહાર પાડવામાં આવી છે. રાજ્યના ખેડૂતોને વિના મૂલ્યે આ યોજનાનો લાભ મળશે.

આ યોજનામાં રાજ્યના ખેડુતોને મલ્ટીપર્પઝ ઉપયોગ હેતુ 200 લિટરનું પ્લાસ્ટિકનું ડ્રમ તેમજ 10 લિટરના બે પ્લાસ્ટિકના ટોકર(ટબ)ની કીટ વિનામૂલ્યે આપવામાં આવશે.

આ યોજનાનો લાભ રાજ્યમાં જમીન ધારણ કરતા તમામ ખેડૂતોને મળવાપાત્ર રહેશે. એક ખાતા દીઠ (નમૂના નંબર ૮-અ મુજબ) એક લાભાર્થીને સહાય મળવાપાત્ર થશે. એક ખેડૂતને મહત્તમ એક જ ખાતા માટે સહાય મળવાપાત્ર થશે. દિવ્યાંગ અને મહિલા ખેડૂતોની અરજીને અગ્રીમતા આપવામાં આવશે. આઇ-ખેડૂત પોર્ટલમાં ઓનલાઇન અરજી કર્યા બાદ અરજીની પ્રિંટ મેળવી, સહી/અંગુઠો કરી અરજીમાં દર્શાવેલ સાધનિક કાગળો સહિત જે તે તાલુકા અમલીકરણ અધિકારી/વિસ્તરણ અધિકારી (ખેતી) ની કચેરી ખાતે નિયત સમયમર્યાદામાં રજૂ કરવાની રહેશે.

જરૂરી પુરાવા:
1) આધાર કાર્ડ ની નકલ
2) 7/12, 8 - અ ની નકલ
3) બેંક ખાતાની પ્રથમ પાનાંની નકલ
4) રેશનકાર્ડ ની નકલ

પૂર્વ મંજૂરી કંઈ રીતે મળશે?
અરજદાર તરફથી મળેલ અરજી તથા સાધનિક કાગળોને ધ્યાને લઇ તેમની પાત્રતા ચકાસી, લક્ષ્યાંકની મર્યાદામાં પૂર્વમંજુરી આપવામાં આવશે. પસંદ થયેલ અરજદારને ડ્રમ તથા બે પ્લાસ્ટીકના ટોકર (ટબ) ની કીટ મેળવવા સંબંધિત કચેરીએથી જણાવવામાં આવશે.

ફોર્મ ક્યાં ભરી શકાશે?
આ યોજનાનું ફોર્મ તમે I KHEDUT પોર્ટલ પર ઓનલાઇન ભરી શકશો, તમે જાતે પણ અરજી કરી શકો છો. અથવા તમારા વિસ્તારની આસપાસ આવેલા કમ્પ્યુટર ઓપરેટરની મદદથી પણ ફોર્મ ભરી શકશો. તેમજ ગ્રામ પંચાયત ઓફિસે VCE મારફત અરજી કરી શકશો.

અગત્યની તારીખો:- તા. 15/08/2021 થી 31/08/2021 સુધી તમે ફોર્મ ભરી શકશો.

દોસ્તો તમામ ઉપયોગી અને મહત્વના સમાચાર, બજાર ભાવ, યોજનાઓ, કાયદાકીય માહિતી વગેરે જાણતા રહેવા khissu એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને સાથે અમારી khissu ની યુટ્યૂબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો. આ માહિતી તમને પસંદ આવી હોય તો શેર કરવાનું ભૂલતા નહી.