Top Stories
khissu

Yojna / ગ્રામ ઉજાલા યોજના ફરી શરૂ કરવામાં આવી, 10 રૂપિયામાં મળશે LED બલ્બ, જાણો સંપૂર્ણ વિગત

કેન્દ્રીય મંત્રી આર.કે. સિંહે બુઘવારે ગ્રામ ઉજાલા યોજનાની શરૂઆત કરી હતી. ગ્રામ ઉજાલા યોજના હેઠળ 10 રૂપિયામાં ગામડાના વિસ્તારોમાં દુનિયાનો સૌથી સસ્તો LED બલ્બ આપવામાં આવશે. આ યોજના માટે દરેક ગામડે કેમ્પ યોજવામાં આવશે. આ યોજના માટે નિયુક્ત કરાયેલા કર્મચારીઓ ગામના દરેક વીજ ગ્રાહકોના ઘરે જશે અને તેમની પાસેથી પાંચ જૂના બલ્બ લઇ તેમને 10-10 રૂપિયામાં નવા એલીડી બલ્બ આપશે. આ યોજનાની શરૂઆત બિહારના આરા જિલ્લાથી શરૂ કરવામાં આવી હતી.

શું છે ગ્રામ ઉજ્વલ યોજના: કેન્દ્ર સરકારે 1 મે 2015 નાં રોજ પ્રધાનમંત્રી ઉજ્વલા યોજનાની શરૂઆત કરી હતી. આ યોજના અંતર્ગત ઓછી કિંમતે LED બલ્બ ઉપલબ્ધ કરાવવામાં આવતાં હતાં. આ યોજનાની શરૂઆત કરતી વખતે પીએમ મોદીએ આ પગલાને ઐતિહાસિક પગલુ કહ્યું હતું. આ યોજનાના પ્રથમ વર્ષમાં 125 જેટલા શહેરોમાં 9 કરોડ જેટલા LED બલ્બનુ વિતરણ કરવામાં આવ્યું હતું.

પ્રથમ ચરણમાં પાંચ રાજ્યોને સસ્તા દરે LED બલ્બ આપવામાં આવશે: ગ્રામ ઉજ્વલા યોજનાની શરૂઆત બિહાર નાં આરા જિલ્લાથી કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ગ્રામજનોને 7 વોટ અને 12 વોટ નાં LED બલ્બ 3 વર્ષની વોરંટી સાથે આપવામાં આવશે. આ યોજના અંતર્ગત એવા ગ્રાહકોને જ LED બલ્બ અપાશે જે ઓછામાં ઓછાં 5 જૂના બલ્બ આપશે. આ યોજના બિહાર, ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ ગુજરાતમાં શરૂ થશે.

કુલ 36,74,41,809 કરોડ બલ્બ આપવામાં આવ્યા છે: 24 જૂન 2021 સુધીમાં કુલ 36,74,41,809 કરોડ LED બલ્બ નુ વિતરણ થઈ ચૂક્યું છે. તેમાં ટોપ 5 રાજ્યોમાં ગુજરાત, ઉત્તરપ્રદેશ, કર્ણાટક ઓડિશા અને આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે.