Top Stories
khissu

આ પોલિસીમાં કરો દરરોજ 172 રૂપિયાનું રોકાણ અને મેળવો 28.5 લાખ સુધીનો નફો

આપણે સૌ પોતાનું અને પોતાના પરિવારનું ભવિષ્ય ઉજ્જવળ કરવાં કંઇક ને કંઇક બચતો એકત્રિત કરતા જ હોઇએ છીએ. ભવિષ્ય માટે કરવામાં આવતું આ રોકાણ જો યોગ્ય જગ્યાએ કરવામાં આવે તો બદલામાં ફાયદો પણ ખૂબ થાય છે. તો આપણે આજે એક એવી જ પોલિસીની વાત કરવાના છીએ જેમાં તમે રોજના સામાન્ય રોકાણના બદલામાં ઉત્તમ નફો મેળવી શકશો.

આ ખાસ પ્રકારની પોલિસી ભારતની સૌથી મોટી વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC)ની છે. જેનું નામ છે 'LIC જીવન લક્ષ્ય પોલિસી' . આ શાનદાર પોલિસી સારાં વીમા કવચની સાથે-સાથે બચત સંબંધિત ઘણા ફાયદા પણ આપશે. LICની આ પોલિસીમાં તમે દરરોજ માત્ર 172 રૂપિયા રોકાણ કરીને, 28.50 લાખ રૂપિયા સુધી મેળવી શકો છો.

'LIC જીવન લક્ષ્ય પોલિસી'
આ પોલિસી બિન-લિંક્ડ, વ્યક્તિગત, જીવન વીમા યોજના છે. આ યોજના હેઠળ, પોલિસીધારકને વાર્ષિક આવકનો લાભ મળે છે. તે પરિવાર અને ખાસ કરીને બાળકોની જરૂરિયાતો પૂરી કરવામાં મદદ કરે છે.

પાકતી મુદત પહેલા કોઈપણ સમયે પોલિસીધારકનું કમનસીબ મૃત્યુ થવાના કિસ્સામાં, પોલિસીધારકના નામે એક સામટી રકમ ચૂકવવામાં આવે છે. તમે આ પૉલિસી રૂ. 1 લાખની ન્યૂનતમ મૂળભૂત વીમાની રકમ સાથે લઈ શકો છો. જો કે, મહત્તમ વીમા રકમ પર કોઈ મર્યાદા નથી.

આ રીતે મળશે 28.50 લાખ રૂપિયા
'LIC જીવન લક્ષ્ય પોલિસી' 13-25 વર્ષની ટર્મ સાથે લઈ શકાય છે. પોલિસીની મુદતથી ત્રણ વર્ષથી ઓછા સમયગાળામાં માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અને વાર્ષિક ધોરણે પ્રીમિયમ ચૂકવી શકાય છે. LIC કેલ્ક્યુલેટર મુજબ, જો 29 વર્ષીય વ્યક્તિ 25 વર્ષ માટે 15 લાખની વીમાની રકમ સાથે પોલિસી લે છે, તો તેને મેચ્યોરિટી સમયે ડબલ બોનસ મળવા પર 28.50 લાખ રૂપિયા મળી શકે છે.

જો કોઈ વ્યક્તિ 15 લાખની વીમાની રકમ સાથે આ પૉલિસી લે છે અને 25 વર્ષની પૉલિસીની મુદત પસંદ કરે છે, તો તેણે 22 વર્ષ માટે પ્રીમિયમ ચૂકવવું પડશે. LIC કેલ્ક્યુલેટર મુજબ, વ્યક્તિએ દર મહિને 5,169 રૂપિયાનું પ્રીમિયમ જમા કરાવવું પડશે એટલે કે લગભગ 172 રૂપિયા પ્રતિ દિવસ. પ્રથમ વર્ષમાં પ્રીમિયમ પર 4.5 ટકા અને બીજા વર્ષથી 2.25 ટકાના દરે GST ચૂકવવો પડશે. જો પોલિસીની મુદત દરમિયાન પોલિસીધારકનું મૃત્યુ થાય છે, તો નોમિનીને 16.5 લાખ રૂપિયાની એકમ રકમ મળશે.