khissu

પચવામાં સરળ એવા બાજરીના રોટલા છે ખૂબ ફાયદાકારક, રોજ ખાશો તો બિમારીઓથી રહેશો દૂર

શિયાળાની ઋતુ આવતા જ લોકોને ખાવાના ઘણા વિકલ્પો મળે છે. સાથે જ અનેક પ્રકારની બીમારીઓ પણ તમને ઘેરી લે છે. ઘરના વડીલો પણ લોકોને શિયાળાની ઋતુમાં બાજરીનો રોટલો ખાવાની સલાહ આપે છે, કારણ કે આનાથી ઘણી બીમારીઓથી સરળતાથી બચી શકાય છે. શિયાળાની ઋતુમાં ફંગસ અને બેક્ટેરિયાના કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં બાજરીની રોટલી ખાવાથી ઘણા ફાયદા થાય છે. બાજરીમાં રહેલા પોષક તત્વોને કારણે ઘણી બીમારીઓથી બચી શકાય છે. જાણો બાજરીની રોટલી ખાવાથી શું ફાયદા થાય છે?

આ પણ વાંચો: ઢગલા બંધ મગફળીની આવકો: સામે ભાવમાં પણ વધારો, જાણો આજનાં (07/12/2022) નાં મગફળીના ભાવ

બાજરીના રોટલાના ફાયદા
1. બાજરીમાં સોડિયમ, પ્રોટીન, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ્સ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.
2. પાચન તંત્રને મજબૂત બનાવે છે. બાજરીનો રોટલો પેટમાં સરળતાથી પચી જાય છે. તેમજ તેના કારણે અન્ય પદાર્થો પણ સરળતાથી પચી જાય છે.
3. પેટમાં દુખાવો, ગેસ જેવી સમસ્યાઓ દૂર કરે છે.
4. બાજરીમાં હાજર આયર્ન એનિમિયાને પણ મટાડે છે. લોહીની ઉણપ હોય અથવા શંકા હોય તો બાજરીની રોટલી ખાવાથી ફાયદો થાય છે.
5. તે એનિમિયામાં મદદરૂપ છે. પ્રેગ્નેન્સી દરમિયાન પણ ડોકટરો ઘણીવાર મહિલાઓને બાજરીની રોટલી ખાવાની સલાહ આપે છે. બાજરીની રોટલીમાં હાજર આયર્નને કારણે એનિમિયાને ઘણી હદ સુધી દૂર કરી શકાય છે.
6. બાળકના શારીરિક અને માનસિક વિકાસમાં પણ મદદ કરે છે.

આ પણ વાંચો: પોસ્ટ ઓફિસ તમને ઘરે બેઠા દર મહિને હજારો રૂપિયા કમાવવાનો મોકો આપી રહી છે, આ રીતે શરૂ કરો

રોટલાને આ રીતે પણ ખાય શકાય
કેટલાક લોકો એવા હોય છે જેમને બાજરીના રોટલા ખાવાનું પસંદ નથી હોતું. આવી સ્થિતિમાં, બજારમાં મિશ્ર અનાજના રોટલાનું ચલણ પણ વધ્યું છે. બાજરી સાથે જુવાર, ચણા, મકાઇ વગેરેનો લોટ મિક્સ કરીને પણ રોટલા બનાવી શકાય છે. મિશ્રિત લોટમાંથી બનેલા રોટલા પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે.