khissu

વાતાવરણમાં પલટો/ આવતી કાલથી અહીં શરૂ થશે નવો વરસાદ રાઉન્ડ

ચાર દિવસના વિરામ બાદ આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર વરસાદની શરૂઆત થાય છે. હવામાન વિભાગે પણ આવતીકાલથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે માછીમારોને 20-22 જૂન દરમિયાન દરિયો ન ખેડવાની પણ સૂચના આપી છે.

સોમવારથી હવામાન વિભાગની આગાહી: હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલે વલસાડ, નવસારી અને સુરતમાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં અમરેલી અને ગીર સોમનાથ માં વરસાદ આગાહી છે. આવનાર પાંચ દિવસ સુધી ગુજરાતમાં વાદળ છાયું વાતાવરણ રહેશે. અમદાવાદ સહિત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવે નક્ષત્ર બદલાતા થશે ભારે થી અતિભારે વરસાદ; આદ્રા નક્ષત્રના વરસાદ સંજોગ જાણો

નવો વરસાદ રાઉંડ શરૂ: વાવણીનો કહિયે કે ભારે વરસાદનો કહિયે તે બીજો વરસાદ રાઉન્ડ આવતીકાલથી ગુજરાતમાં શરૂ થઈ જશે. 21 તારીખે લઇને 30 તારીખ સુધીમાં ગુજરાતના ઘણા બધા ભાગોમાં સારો વરસાદ નોંધાય જશે અને વાવણી પણ થઇ જશે. બાકી રહેલ વિસ્તારોમાં ગુજરાતના જે ખેડૂત ભાઈઓ વાવણી ની રાહ જોઈ રહ્યા હતા તેમની હવે આતુરતાનો અંત આવશે, વરસાદ આવશે. જોકે કુદરતી પરિબળો મુજબ આગાહી માં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે.

મૃગશીર્ષ નક્ષત્રમાં ખૂબ પવન ફૂંકાય તો આદ્રા નક્ષત્રમાં પુષ્કળ વરસાદ આવે જ છૂટકો તેવી લોકવાયકા પ્રખ્યાત છે જે મુજબ મૃગશીર્ષ નક્ષત્રમાં વરસાદ નોંધાયો હતો, જ્યારે કોલા વેધર વેબસાઇટના પૂર્વાનુમાન અનુસાર આદ્રા નક્ષત્રમાં સાર્વત્રિક અને ભરપૂર વરસાદ જણાઈ રહ્યો છે. આદ્રા નક્ષત્રની શરૂઆત 22/06/2022 થશે. ૨૨થી સૂર્યનું પરિભ્રમણ આદ્રા નક્ષત્રમાં થશે. આદ્રા નક્ષત્રનુ વાહન ઘેટું છે. બુધવારે 11:44 એ આદ્રા નક્ષત્રની શરૂઆત થશે.

આજથી નવો વરસાદ રાઉંડ શરૂ: ઉપર લેવલ ભેજને કારણે ક્યાં-ક્યાં જીલ્લામાં આગાહી?

આદ્રા નક્ષત્રમાં વરસાદ પડવાની સંભાવના? સામાન્ય રીતે આદ્રા નક્ષત્રની અંદર પાછોતરી વાવણીનો વરસાદ થતો હોય છે. અષાઢી બીજની વાવણી પણ આદ્રા નક્ષત્રમાં થતી હોય છે. મૃગશીર્ષ નક્ષત્રમાં કડાકા ભડાકા સાથે વરસાદ પડતો હોય તો આદ્રા નક્ષત્રની અંદર ભરપૂર વરસાદ પડતો હોય છે. આ વર્ષે આદ્રા નક્ષત્રમાં સાર્વત્રિક અને ભરપૂર વરસાદ જણાય રહ્યો છે.

મફત છત્રી યોજના: આધાર કાર્ડ દીઠ એક છત્રી મફત, જાણો ફોર્મ કેવી રીતે ભરવું?

આ પણ વાંચો: બેંક ઓફ બરોડાના ગ્રાહકો માટે ખુશખબરી: BOB એ પોતાના ગ્રાહકો માટે મહત્વપુર્ણ સુવિધા બહાર પાડી, હવે ઘરે બેઠાં જ મળશે આ સુવિધાનો લાભ

આ પણ વાંચો: બેંક ઓફ બરોડા ગ્રાહક સેવા કેન્દ્ર કેવી રીતે ખોલવું ? BoB કસ્ટમર કેર સેન્ટર ખોલવાથી થતી કમાણી ? જાણો અહીં

આ પણ વાંચો: BOBના ગ્રાહકો માટે ખુશખબરી: બેંક ઓફ બરોડાએ પોતાના ગ્રાહકોને આપી ભેટ

આ પણ વાંચો: તમારું PAN કાર્ડ સક્રિય છે કે નિષ્ક્રિય, જાણો કેવી રીતે જાણવું, અહીં વાંચો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

આ પણ વાંચો: જો આધાર કાર્ડમાં કોઈ ભૂલ છે તો ચિંતા કરવાની જરૂર નથી, માત્ર એક કોલમાં થઈ જશે સમાધાન