Top Stories
khissu

દેશી ગાય નિભાવ ખર્ચ યોજના ૨૦૨૧-૨૨: યોજનાનો લાભ કોણ લઈ શકે? અરજી કરવાની છેલ્લી તારીખ? અરજી ક્યાં કરવી? જાણો આ યોજનાની સંપુર્ણ માહિતી વિગતવાર

આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે અને સરકાર ખેડૂતો ને લગતી ઘણી યોજનાઓ બહાર પાડતી હોય છે. તેવી જ રીતે આ વખતે પણ ગયા વર્ષની જેમ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે એક ગાય દીઠ 900 રૂપિયાની સહાય પ્રતિ માસ આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના ખેડૂતોની આવક બમણી કરવાના હેતુથી ખેડૂતો ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરે એ માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આ નિર્ણય કર્યો છે.

કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા જાહેર કરાયેલ ઠરાવ અનુસાર દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના અંતર્ગત 2021-22 માટે ઓનલાઇન પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. પરિપત્ર મુજબ દેશી ગાયના નિભાવ ખર્ચ અર્થે 900 પ્રતિ માસ એટલે કે વાર્ષિક રૂપિયા 10,800 ની મર્યાદામાં સહાય મળવા પાત્ર રહેશે. કંઈ તારીખ સુધી ફોર્મ ભરાશે? ક્યાં અરજી કરી શકશો? વગેરે માહિતી નીચે આપેલી છે.

કેટલા લાભાર્થીઓને લાભ મળશે? 

આ યોજના અંતર્ગત વર્ષ 2021-22 માટે 92750 નવા લાભાર્થીઓની અરજી મેળવવા માટે 45 દિવસ સુધી ઓનલાઇન પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. અલગ-અલગ જીલ્લા પ્રમાણે કેટલા લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળશે તેની યાદી નીચે પ્રમાણે આપવામાં આવી છે.

અગત્યની તારીખો :
અરજી કરવાની તારીખ :- 04/05/2021 
અરજી કરવાની છેલ્લી તારીખ :- 17/06/2021 

ક્યાં ક્યાં પુરાવા જરૂર પડશે?
- આધાર કાર્ડ 
- બેંક પાસબુક 
- રેશન કાર્ડ
- 8 - અ
- ગાય ને લગાવેલ ટેગ નંબર (ફરજિયાત)

ખાસ નોંધ :- આ લાભ ખેડૂત ખાતેદાર હોય તેને જ મળશે અને ગાયને Tag Number (ટેગ નંબર) ફરજિયાત લગાવેલો હોવો જોઈએ.

ફોર્મ ક્યાં ભરવું?
- ઓનલાઇન I KHEDUT PORTAL પર
- ગામના VCE પાસે
- CSC સેન્ટર / સાઇબર કેફ 

કૃષિ ખર્ચમાં ઘટાડો થાય અને ખેડૂતની આવકમાં વધારો થાય તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. પ્રાકૃતિક ખેતીથી ભૂમિની ભેજ સંગ્રહ ક્ષમતા, ઉત્પાદન ક્ષમતામાં વધારો, નહિવત ઉત્પાદન ખર્ચ વગેરે હેતુસર દેશી ગાય આધારિત સંપૂર્ણ ખેતી કરતાં ખેડૂત કુટુંબને એક ગાય માટેના નિભાવ ખર્ચ પેટે આ સહાય આપવાનો નિર્ણય કરાયો છે.

આવી વધારે માહિતી માટે અમારી  khissu એપ ને ડાઉનલોડ કરી લેજો અને આ યોજનાની માહિતી ગુજરાતના દરેક ખેડૂત મિત્રો જાણી શકે તે માટે તમારા what's app ગ્રૂપ અને Facebook ગ્રૂપમાં શેર કરો.