Gujarat Farmer Relief Package : ગુજરાતના ખેડૂતો માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય સરકારે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. હાલમાં જ કમોસમી વરસાદ પડ્યો અને જેના લીધે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. સામે આવતી જાણકારી પ્રમાણે ભરૂચ, નર્મદા અને વડોદરા માટે SDRF અને રાજ્યના બજેટમાંથી કૃષિ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, 33 ટકાથી વધુ નુકસાન થયુ હશે તેને જ સહાય આપવામાં આવશે.
આ પણ વાંચો: આ તારીખે કોઈપણ ફિલ્મના કોઈપણ શોમાં માત્ર 99 રૂપિયામાં ફિલ્મ જોઈ શકશો, ગુજરાતીઓ આ રીતે કરો ટિકિટ બૂક
સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી માહિતી અનુસાર હેક્ટર દીઠ રૂ.25 હજારની મર્યાદામાં સહાયમાં મળશે. રાજ્યના ખેડુતોએ સરકાર પાસે સહાયની માંગ કરી હતી. જોકે હવે રાજ્ય સરકારે આજે કૃષિ સહાય જાહેર કરી છે. જે મુજબ 33 ટકાથી વધુ નુકસાન થયુ હશે તેને સહાય થશે. આ સાથે હેક્ટર દીઠ રૂ.25 હજારની મર્યાદામાં સહાયમાં મળશે. ખેડૂતને ખાતા દીઠ 2 હેક્ટરમાં સહાય મળશે.
આ પણ વાંચો: આવી હરકતને કારણે તમારું બેન્ક એકાઉન્ટ બંધ થઈ જશે, કોઈ ટ્રાન્જેક્શન નહીં કરી શકો, ઉપરથી બીજું નુકસાન તો ખરૂ જ
તો વળી આ જાહેરતમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે બાગાયતી પાકોમાં મહત્તમ 1.25 લાખની સહાય બે હેક્ટરની મર્યાદામાં ચૂકવાશે. સરકારે સર્વે પણ શરૂ કરી દીધો છે અને પછી સહાય ચૂકવવામાં આવશે.
આ પણ વાંચો: મોટા સમાચાર: આ વખતે 1.25 કરોડ બહેનોના સીધા ખાતામાં આવશે 1250 રૂપિયા, 1500 રૂપિયા પણ આવી શકે
મહત્વનું છે કે, રાજ્ય સરકાર SDRFના હેક્ટરદીઠ રૂ.8500 વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં અપાશે અને રૂ.17 થી રૂ.25 હજારની વધારાની સહાય ચૂકવાશે. જેને માટે હવે ખેડુતોએ ડિજિટલ પોર્ટલ પર અરજી કરવાની રહેશે.