Top Stories
khissu

સરકારી કંપનીમાં રોકાણ કરો, માત્ર 13,800 રૂપિયાનું રોકાણ કરવાથી જ મળશે નફો, 3 દિવસ જ બાકી છે હોં

IREDA IPO Price Band: જો તમે પણ IPOમાં પૈસા રોકવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. હવે સરકારી કંપની ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી એટલે કે IREDA માર્કેટમાં IPO લાવી રહી છે. 

કંપનીનો આઈપીઓ આવતીકાલે ખુલી રહ્યો છે, જેમાં તમે પૈસાનું રોકાણ કરી શકો છો. ભારતીય જીવન વીમા નિગમ (LIC) બાદ હવે એક સરકારી કંપનીનો IPO આવી રહ્યો છે. હાલમાં કંપનીના અનલિસ્ટેડ શેર્સ ગ્રે માર્કેટમાં પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે.

મંદિરમાં અને ઘરમાં પૂજા સમયે કેમ વગાડવામાં આવે છે ઘંટડી? જાણો ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો, 99 ટકા લોકોને નથી ખબર

કંપની IPO દ્વારા લગભગ રૂ. 2150 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. આમાં રૂ. 1290 કરોડમાં ફ્રેશ ઈશ્યુ કરવામાં આવશે. તે જ સમયે 860 કરોડ રૂપિયાના વેચાણ માટે ઓફર કરવામાં આવશે.

2024માં મોદી સરકાર નહીં જીતે તો શેર માર્કેટમાં તબાહી મચી જશે, એવો વિનાશ વેરાશે કે ક્યાંયથી ભેગું જ નહીં થાય!

ચાલો IPO ની વિગતો તપાસીએ-

>> લોટ સાઈઝ શું છે - 460 શેર
>> ન્યૂનતમ રોકાણ - રૂ. 13,800
>> IPO ક્યારે ખુલશે - 21 નવેમ્બર 2023
>> IPO ક્યારે બંધ થશે - 23 નવેમ્બર 2023
>> પ્રાઇસ બેન્ડ – ₹30 થી ₹32
>> ઈશ્યુનું કદ – રૂ. 2150.21 કરોડ
>> તાજો ઈશ્યુ – રૂ 1290 કરોડ

દિવાળી પર લોકોએ બેફામ દારૂ પીધો, 2.5 કરોડ બોટલ વેચાઈ ગઈ, વેચાણમાં સીધો 37%નો ઉછાળો, હિસાબ કેટલો થાય?

કંપનીનો વ્યવસાય શું છે?

IREDA એ મિની રત્ન સરકારી કંપની છે. આ કંપની 4 મહત્વના પરિબળોમાં બિઝનેસ કરે છે - સોલર, હાઇડ્રો, બાયોમાસ અને બાયોફ્યુઅલ. તમને જણાવી દઈએ કે કંપની એક 'નોન-બેંકિંગ ફાઈનાન્સિયલ ઈન્સ્ટિટ્યૂશન' છે જે રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સ તેમજ પ્રમોશન માટે કામ કરે છે. કંપની પાસે લગભગ 36 વર્ષનો અનુભવ છે.

એક ક્લિક અને ખેલ ખતમ, WhatsApp પર એક ભૂલથી બેંક બેલેન્સ થઈ જશે ઝીરો, 82 ટકા લોકો શિકાર બન્યા

નિષ્ણાતનો અભિપ્રાય શું છે?

નિષ્ણાતો માને છે કે તમે લાંબા ગાળા માટે આ કંપનીનો IPO સબસ્ક્રાઇબ કરી શકો છો. કંપનીના શેર ગ્રે માર્કેટમાં પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે. આ સરકારી કંપનીનું IPO લિસ્ટિંગ પ્રીમિયમ પર થવાની ધારણા છે.