વરસાદનો નવો રાઉન્ડ 2,3 અને 4 તારીખ, બે મોટી આગાહી

વરસાદનો નવો રાઉન્ડ 2,3 અને 4 તારીખ, બે મોટી આગાહી

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરાપ જોવા મળી રહી છે અને કોઈક જગ્યાએ સામાન્ય વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ફરીથી હવામાન વિભાગે 5 દિવસની આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે હાલ રાજ્યમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. જેના કારણે રાજ્યમાં ભારે વરસાદ નહિ થાય. સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટો છવાયો વરસાદ જોવા મળશે.

આ પણ વાંચો: નવા રાઉંડ માટે થઈ જાવ તૈયાર/ બંગાળની ખાડીમાં 3 લો-પ્રેશર બનશે, અતિ ભારે વરસાદ રાઉન્ડ

હવામાન વિભાગના ડાયરેકટર મનોરમા મોહિન્તીએ જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટો છવાયો વરસાદ રહેશે. રાજ્યમાં હાલ ભારે વરસાદની કોઈ જ શક્યતા નથી. જયારે અમદાવાદમાં પણ છૂટો છવાયો વરસાદ રહેશે. આગામી પાંચ દિવસ ગુજરાતમાં ઘણો ઓછો વરસાદ થશે.

આ પણ વાંચો: ગુજરાત તરફ ત્રણ વરસાદી સિસ્ટમ: સમગ્ર ગુજરાતને ઘમરોળશે મેઘરાજા

જાણીતાં હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે વરસાદનો ત્રીજો રાઉન્ડ 4 ઓગસ્ટનાં રોજ શરૂ થશે. આશ્લેષા નક્ષત્ર ત્રીજી ઓગસ્ટથી શરૂ થવાનું છે. તેમાં ભારે વરસાદ વરસવાની આગાહી કરી છે. રાજ્યમાં 4 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: ઓગસ્ટ મહિનામાં કેવો વરસાદ ? બની રહ્યા છે ત્રણ મજબૂત લો પ્રેશર

ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે થી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કેટલો વરસાદ થયો છે તેના વિશે વાત કરીએ તો રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો સરેરાશ 70 ટકા વરસાદ પડી ચૂક્યો છે. જેમાં કાચમાં સૌથી વધુ 117 ટકા, દક્ષિણ ગુજરાતમાં 80 ટકા, સૌરાષ્ટ્રમા 62 ટકા, અને મધ્ય ગુજરાતમાં 61 ટકા વરસાદ પડી ગયો છે. જો કે ઓગસ્ટ મહિનામાં સારા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે વરસાદનાં અનેક રેકોર્ડ તૂટી શકે છે.