Top Stories
khissu

5 લાખની FD પર 5 લાખ રૂપિયાનું વ્યાજ! એટલે કે ડબલ પૈસા, SBIની સ્પેશિયલ FD વિશે ખબર છે કે નહીં?

Sbi Special Fd: લોકો વારંવાર કહે છે કે સરકારી બેંકોમાં ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર વધારે વ્યાજ મળતું નથી. ખાનગી ક્ષેત્રની બેંકો અથવા નાની ફાઇનાન્સ બેંકો સરકારી બેંકો કરતા વધુ વ્યાજ આપે છે. પરંતુ એવું નથી હવે સરકારી બેંકો પણ ફિક્સ ડિપોઝીટ પર જંગી વળતર આપી રહી છે. દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) વરિષ્ઠ નાગરિકો માટે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ વી કેર (SBI WeCare Special FD) ચલાવે છે, જે ખૂબ જ સારી છે.

નીતા અંબાણીએ 3000 વંચિત બાળકો સાથે 60મો જન્મદિવસ ઉજવ્યો, ભોજન પીરસ્યું, રાશન પણ આપ્યું

આ FD સ્કીમમાં રોકાણ કરીને પૈસા સીધા બમણા કરી શકાય છે. બેંકે કોવિડ દરમિયાન વરિષ્ઠ નાગરિકોના નાણાં સુરક્ષિત કરવાના ઉદ્દેશ્ય સાથે WeCare FD (SBI WeCare ફિક્સ્ડ ડિપોઝિટ) શરૂ કરી હતી અને તેના બદલામાં સૌથી વધુ વ્યાજ દર સાથે વધુ વળતર આપ્યું હતું.

બેંક ઓફ બરોડામાં માત્ર 100 રૂપિયામાં ખોલો આ સ્પેશિયલ ખાતું, ઊંચું વ્યાજ અને મફતમાં મળશે આટલી સુવિધા

7.50 ટકા વ્યાજ મેળવવાની તક

SBIની વેબસાઈટ અનુસાર વરિષ્ઠ નાગરિકોને 0.50 ટકા વધારાનું વ્યાજ મળશે. સ્કીમ હેઠળ 5 વર્ષથી 10 વર્ષની FD પર 7.50 ટકા વ્યાજ આપવામાં આવે છે. આ યોજનામાં, તમે નેટબેંકિંગ અથવા YONO એપ્લિકેશનનો ઉપયોગ કરીને અથવા શાખાની મુલાકાત લઈને FD બુક કરી શકો છો. 

દિવાળી પહેલા પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં માત્ર 1000 રૂપિયાનું રોકાણ કરો, ધાર્યા બહારનો મોટો ફાયદો મળશે

તેનું વ્યાજ દર મહિને, ત્રિમાસિક, અર્ધ વર્ષ અથવા વાર્ષિક ધોરણે મળી શકે છે. બાદમાં TDS બાદ FD પર વ્યાજ મળશે. SBI વરિષ્ઠ નાગરિકોને 0.50% વધુ વ્યાજ દર ઓફર કરે છે, નિયમિત ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દર 7 દિવસથી 10 વર્ષ સુધીના સમયગાળા માટે 3.50% અને 7.50% ની વચ્ચે હોય છે.

નવેમ્બર મહિનો ભારે પડશે! ક્યારેય નહીં થયું હોય એવું થશે, એકસાથે વરસાદ, વાવાઝોડું અને ઠંડી ધબધબાટી બોલાવશે

5 લાખના રોકાણ પર તમને 10 લાખ રૂપિયા મળશે

આ FD સ્કીમમાં તમારા પૈસા 10 વર્ષમાં બમણા થઈ જશે. એટલે કે જો તમે 5 લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો તમને 10 વર્ષ પછી 10 રૂપિયાથી વધુ મળશે. 5 લાખ રૂપિયા માટે તમને 10 વર્ષમાં વ્યાજ તરીકે 5.5 લાખ રૂપિયા મળશે. બેંક નિયમિત FD પર 10 વર્ષની FD પર 6.5 ટકાના દરે વ્યાજ આપી રહી છે.