Top Stories
khissu

મુકેશ-નીતાએ ભાવિ પુત્રવધૂ રાધિકાને આપી 4.5 કરોડની કાર-હીરાનો હાર... ભેટ વિશે જાણીને ચોંકી જશો

Mukesh Amabani: દેશના સૌથી ધનાઢ્ય અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન પહેલા પ્રી-વેડિંગ સેલિબ્રેશન શરૂ થઈ ગયું છે. આ લગ્નને લઈને દેશમાં ભારે ચર્ચા ચાલી રહી છે. પ્રી-વેડિંગ સેરેમની પહેલા જ અંબાણી પરિવારની ભાવિ વહુ રાધિકા મર્ચન્ટને આવી ભેટ મળી છે જેની કિંમત લાખો નહીં પણ કરોડોમાં છે.

માર્ગ પરિવહન મંત્રાલયે આપી રાહત, ડ્રાઇવિંગ, લર્નર અને કંડક્ટર લાયસન્સની માન્યતા 29 ફેબ્રુઆરી સુધી લંબાવી

તાજેતરમાં રાધિકા મર્ચન્ટ વિશે એવા સમાચાર આવ્યા છે કે તેને તેના ભાવિ સાસરિયાઓ, નીતા અને મુકેશ અંબાણી તરફથી મોટી ભેટ મળી છે. અંબાણી પરિવારના નવા સભ્યને મુકેશ અને નીતા અંબાણી પાસેથી 4.5 કરોડ રૂપિયાની કાર મળી છે.

ખેડૂતોને મળી રહ્યો છે આટલી બધી યોજનાનો લાભ, અહીં જાણો દરેક વિશે વિગતે, માલામાલ થઈ જશો

જાણો રાધિકાની ભેટ વિશે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાધિકા મર્ચન્ટને અમૂલ્ય ડાયમંડ ચોકર (હાર) મળ્યો છે.

સિલ્વર લક્ષ્મી-ગણેશ મૂર્તિ

નીતા અંબાણીએ રાધિકા મર્ચન્ટને લક્ષ્મી-ગણેશ ગિફ્ટ હેમ્પર આપ્યું છે. તેમાં ચાંદીના તુલસીના વાસણ સાથે લક્ષ્મી-ગણેશની મૂર્તિનો સમાવેશ થાય છે. તેમાં સિલ્વર સ્ટેન્ડ પણ સામેલ છે.

5000 રૂપિયા પર મળશે 55,000નું વ્યાજ, SBIની સ્કીમમાં લોકો દોડી દોડીને કરી રહ્યા છે રોકાણ

મુકેશ અંબાણીએ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટને સુંદર બેન્ટલી કોન્ટિનેંટલ GTC સ્પીડ ભેટમાં આપી છે. દેશમાં અમુક જ હસ્તીઓ છે જે આ કારના માલિક છે. તેમાંથી વિરાટ કોહલી, આમિર ખાન, અભિષેક બચ્ચન જેવી પ્રખ્યાત હસ્તીઓ પાસે આ કાર છે. આ બ્રિટિશ નિર્મિત વાહન છે અને તેની કિંમત 4.5 કરોડ રૂપિયા છે.

લગ્નની સિઝન વચ્ચે જ સારા સમાચાર, સોના-ચાંદીના ભાવ થયા ધડામ, હવે એક તોલું ખાલી આટલામાં આવી જશે

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન ક્યારે થશે?

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ આ જુલાઈમાં લગ્ન કરવા જઈ રહ્યા છે અને તેમના પ્રી-વેડિંગ શૂટ અને અન્ય ફંક્શન 1-3 માર્ચની વચ્ચે થવાના છે. અનંત અંબાણી હાલમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં છે અને મુકેશ અંબાણીએ તેમને નવા એનર્જી બિઝનેસની કમાન સોંપી છે.