નમસ્કાર મિત્રો,
સરકારે લોકોના કલ્યાણ માટે અનેક યોજનાઓ શરૂ કરી છે. જેમાંની મોટાભાગની યોજનાઓ ખૂબ જ આકર્ષક છે. જો યોગ્ય રીતે લાગુ કરવામાં આવે તો સામાન્ય માણસ તથા ગરીબ લોકોના જીવનમાં મોટો તફાવત આવી શકે છે.
1 મે 2016 ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઉજ્જવલા યોજનાની શરૂઆત કરી હતી.
ત્રણ રાજ્યનાં માલિકીની ઓઈલ કંપનીઓ એટલે કે IOCL,BPCLઅને HPCL એક મિશન હેઠળ દેશના તમામ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ યોજના લાગુ કરી છે.
તાજેતરમાં કેન્દ્રીય બજેટ 2021-22 રજૂ કરતી વખતે નાણા મંત્રી નિર્મલા સીતારમણે એક કરોડથી વધુ લાભાર્થીઓને પીએમ ઉજ્જવલા યોજના અંતર્ગત આવરી લેવામાં આવશે એવી જાહેરાત કરી હતી.
આ યોજનાનો મુખ્ય હેતુ :-
આજે ગામડામાં રહે તેવા ઘણાં પરિવારો છે જે લાકડા અને ગોબર ગેસના ચુલા પર ખાવાનું બનાવે છે. જેના લીધે સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત સરકાર ગરીબી રેખા નીચે રહેનાર પરિવારોને ઘરેલુ રસોઈ ગેસ કનેક્શન આપશે. આ યોજના અંતર્ગત કુલ એક કરોડ બીપીએલ લાભાર્થીઓને એલપીજી કનેક્શન ઉપલબ્ધ કરાવવાનુ લક્ષ્યાંક હાથ ધર્યું છે.
સહાય કેટલી મળશે ?
પીએમ ઉજ્જવલા યોજના હેઠળ ગરીબ પરિવારને નાણાકીય સહાય મળી રહે, તે માટે એલપીજી ગેસ કનેક્શન માટે સરકાર 1600 રૂપિયા સહાય આપશે. આ રૂપિયા એલપીજી ગેસ કનેક્શન ખરીદવા માટે આપવામાં આવે છે. એલપીજી ભરાવવામાં આવતા ખર્ચને ચૂકવવા માટે સરકારે ઈએમઆઈ (EMI) ની સુવિધા પણ આપે છે.
અરજી કોણ કોણ કરી શકશે ?
આ યોજના માટે ફક્ત પરિવારની મહિલા અરજી કરી શકે છે. અરજદારની ઉંમર 18 વર્ષ હોવી જરૂરી છે. અરજદારનો પરિવાર ગરીબી રેખાની નીચે હોવો જોઈએ. અરજદારનું કોઈપણ બેંકમાં એકાઉન્ટ હોવું જરૂરી છે. તેના નામ પર પહેલાથી કોઇ ગેસ કનેક્શન ન હોવું જોઈએ.
ક્યાં ફોર્મ ભરી શકો ?
ઉજ્જવલા યોજના અંતર્ગતનું ફોર્મ તમે પીએમ ઉજ્જવલા યોજના ની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકો છો. આ સિવાય તમે એલપીજી સેન્ટરથી પણ લઈ શકો છો.
ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોઈશે ?
બીપીએલ કાર્ડ,
આધાર કાર્ડ,
ચૂંટણી કાર્ડ,
પાસપોર્ટ સાઇઝ ફોટો,
બેંક પાસબુક