Post Office Scheme: પોસ્ટ ઓફિસમાં ઘણી બધી યોજનાઓ છે જે તમારું જીવન સરળ બનાવી શકે છે. આવી જ એક યોજનાનું નામ છે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ. પોસ્ટ ઓફિસ વરિષ્ઠ નાગરિકો માટે આ યોજના ચલાવી રહી છે. પોસ્ટ ઓફિસ સ્કીમમાં માત્ર 60 વર્ષથી વધુ ઉંમરના લોકો જ પૈસાનું રોકાણ કરી શકે છે. આ સિવાય 55 વર્ષથી ઉપર અને 60 વર્ષ સુધીના VRS લેનારા લોકો પણ આ યોજનાનો લાભ લઈ શકે છે.
ખેડૂતોને મળી રહ્યો છે આટલી બધી યોજનાનો લાભ, અહીં જાણો દરેક વિશે વિગતે, માલામાલ થઈ જશો
તમે પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં ઓછામાં ઓછા રૂ. 1000નું રોકાણ શરૂ કરી શકો છો. રોકાણકારો તેમાં વધુમાં વધુ 30 લાખ રૂપિયાનું રોકાણ કરી શકે છે. એટલે કે વરિષ્ઠ નાગરિકો તેમના નિવૃત્તિના નાણાં સરકારની આ યોજનામાં રોકાણ કરી શકે છે. આ સ્કીમમાં રોકાણ કરવાથી તમને 80C હેઠળ છૂટ મળશે. જો કે, વ્યાજની આવક પર ટેક્સ મર્યાદા પછી ચૂકવવો પડશે.
પોસ્ટ ઓફિસની આ યોજના 60 વર્ષની વયના લોકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે જેથી તેઓ નિવૃત્તિ પછી નિયમિત આવક મેળવી શકે. આ સ્કીમ એવા લોકો માટે પણ છે જેમણે VRS લીધું છે. સરકાર હાલમાં આ સ્કીમ પર 8.2 ટકાના દરે વ્યાજ આપી રહી છે. આ યોજનામાં જો વરિષ્ઠ નાગરિકો એકસાથે 5 લાખ રૂપિયા જમા કરે છે, તો તેઓ દર ક્વાર્ટરમાં 10,250 રૂપિયા કમાઈ શકે છે. 5 વર્ષમાં તમને માત્ર વ્યાજથી 2 લાખ રૂપિયા સુધીની કમાણી થશે. જો તમે તમારા રિટાયરમેન્ટ મની એટલે કે વધુમાં વધુ રૂ. 30 લાખનું રોકાણ કરો છો, તો તમને વાર્ષિક રૂ. 2,46,000નું વ્યાજ મળશે. એટલે કે તમને માસિક ધોરણે 20,500 રૂપિયા અને ત્રિમાસિક ધોરણે 61,500 રૂપિયા મળશે.
5000 રૂપિયા પર મળશે 55,000નું વ્યાજ, SBIની સ્કીમમાં લોકો દોડી દોડીને કરી રહ્યા છે રોકાણ
નાણાં એકસાથે જમા: રૂ. 30 લાખ
સમયગાળો: 5 વર્ષ
વ્યાજ દર: 8.2%
પાકતી મુદત પર નાણાં: રૂ. 42,30,000
વ્યાજની આવક: રૂ. 12,30,000
ત્રિમાસિક આવક: રૂ. 61,500
માસિક આવકઃ રૂ. 20,500
વાર્ષિક વ્યાજ – 2,46,000
લગ્નની સિઝન વચ્ચે જ સારા સમાચાર, સોના-ચાંદીના ભાવ થયા ધડામ, હવે એક તોલું ખાલી આટલામાં આવી જશે
આ બચત યોજના ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી નાની બચત યોજના છે. આમાં આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ, રોકાણકારોને દર વર્ષે 1.5 લાખ રૂપિયા સુધીની કર મુક્તિનો લાભ મળે છે. દર વર્ષે 8.2%ના દરે વ્યાજ મળે છે. આમાં દર 3 મહિને વ્યાજના પૈસા મળે છે. દર વર્ષે એપ્રિલ, જુલાઈ, ઓક્ટોબર અને જાન્યુઆરીના પ્રથમ દિવસે ખાતામાં વ્યાજ જમા થાય છે.