અમદાવાદ હવામાન વિભાગે વરસાદને લઇ આગાહી કરી છે કે આજે રાજયમાં ભારે વરસાદ થશે.દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદ નર્મદા, આણંદ બનાસકાંઠા, સાબરકાંઠા મહેસાણા ભાવનગરમાં મધ્યમ વરસાદની અગાહી કરવામાં આવી છે દરિયામાં કરંટ હોવાથી માછીમારોને દરિયો ના ખેડવા સૂચના અપાઈ છે.
જાણો આજે કયા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે સુરત, ભરૂચ ડાંગ તાપી નવસારી વલસાડ,દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
જાણો આજે કયા જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરાઈ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે અમદાવાદ નર્મદા,આણંદ બનાસકાંઠા,સાબરકાંઠા મહેસાણા, ભાવનગર,ગીર સોમનાથ,દીવ,જૂનાગઢ,બોટાદમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે
ચોમાસાનો એક મહિનો થવા છતાં વરસાદની ઘટ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં હજુ માત્ર 26 ટકા જ વરસાદ નોંધાયો છે.10 જિલ્લામાં 20 ટકાથી વધુ વરસાદની ઘટ સામે આવી છે અત્યાર સુધી રાજ્યમાં 915 ઇંચ વરસાદ નોંધાયો છે ગયા વર્ષે 12 જુલાઈ સુધી 21.34 ઇંચ વરસાદ હતો કચ્છમાં સિઝનનો માત્ર 35 ટકા વરસાદ વરસ્યો.દાહોદ જિલ્લામાં 56 251 વરસાદની ઘટ છે.આણંદમાં 52 ટકા અરવલ્લીમાં 18 ટકા વરસાદની ઘટ મહીસાગર જિલ્લામાં 17 ટકા વરસાદની ઘટ ડાંગ જિલ્લામાં 16 ટકા વરસાદની ઘટ છે.
ગુજરાતમાંથી ગાયબ થયેલા વરસાદ વચ્ચે આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી છે. અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે, આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ નહિ થવાનું કારણ અરબ સાગરનો ભેજ નબળો છે. હાલમાં ચંદ્ર, બુધ, ગુરુ અને શુક્ર ઉત્તર ભારત તરફ કાર્યરત છે જે વરસાદ લાવશે. 12 થી 14 જુલાઈ સુધી મહારાષ્ટ્રમાં ગ્રહો કાર્યરત રહેશે. 15 જુલાઈ સુધી પવન વાહક ગ્રહો હોવાથી બંગાળાના ઉપસગારના હલચલ લાવશે. જેની અસર ગુજરાત સુધી થશે. 17 થી 18 જુલાઈમાં મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. તો આ કારણે 19 થી 24 જુલાઈ ગુજરાતના વરસાદ થશે. કેટલાક ભાગોમાં આ સમયે ભારેથી અતિભારે વરસાદ થશે.
રાજસ્થાનમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે પણ ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું સાયક્લોનિક સર્ક્યુલેશન જો ગુજરાત તરફ ગતિ કરે તો એકાદ-બે દિવસમાં ગુજરાતમાં સારો વરસાદ થઈ શકે છે.