khissu

ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે, ચોમસુ વિદાય લેશે, સત્તાવાર જાહેરાત

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી રાજ્યોના અનેક વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો હતો. જોકે, હવે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ બંધ થઈ જશે. બંગાળની ખાડીમાં સર્જાયેલું ડિપ્રેશન મધ્ય ભારત પરથી થઈને રાજસ્થાન પર આવ્યું હતું. જેના કારણે ઉત્તર, મધ્ય અને પૂર્વ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.

આ પણ વાંચો: માર્કેટ યાર્ડો ખુલતા કપાસ અને ડુંગળીમાં તેજી, કપાસમાં મણે 50 રૂપિયાનો વધારો, ડુંગળી ?

ઑગસ્ટ મહિનાના અંત સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં હવે વરસાદની માત્રા ઘટી જશે અને આકાશ સ્વચ્છ થઈ જશે. ચોમાસાનો હજી એક મહિનો બાકી છે અને એ પહેલાં જ રાજ્યમાં તેની સરેરાશ કરતાં 39 ટકા વધારે વરસાદ થઈ ગયો છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી વરસાદ બંધ થઈ ગયો છે અને તડકો નીકળી રહ્યો છે.

આ પણ વાંચો: રેશનકાર્ડમાં પત્ની અને બાળકનું નામ કેવી રીતે ઉમેરવું? સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ શીખો

ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદરના ઘણા વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો છે. અમરેલી, મોરબી, ગીર-સોમનાથના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્ય વરસાદની શક્યતા છે પરંતુ બે-ત્રણ દિવસમાં ત્યાં પણ વરસાદ વિરામ લે તેવી શક્યતા છે. અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા સહિતના વિસ્તારોમાં પણ હવે વરસાદ વિરામ લે તેવી શક્યતા છે. જ્યારે પૂર્વ ગુજરાતના વિસ્તારો અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુરમાં પણ વરસાદની ગતિવિધિ ધીમી પડી જવાની શક્યતા છે.