Top Stories
khissu

આંનદો Post ધારકો માટે/ 1988માં ખેડૂતો માટે શરૂ કરવામાં આવેલ યોજનામાં, હવે દરેક લાભ લઈ શકશે!

Post Officeની આ યોજના 1988માં માત્ર ખેડૂતો માટે શરૂ કરવામાં આવી હતી, પરંતુ હવે તેમને બધા માટે શરૂ કરવમાં આવી છે. જે લોકો લાંબા ગાળાનું રોકાણ ઈચ્છે તે તેમના માટે બેસ્ટ યોજના કહી શકાય.

આપને જણાવી દઇએ કે પોસ્ટ યોજના શેરબજાર કરતાં ઓછું વળતર આપે છે, પણ શેર બજાર જોખમી છે જ્યારે પોસ્ટ ઓફિસની યોજનાઓ ઓછી જોખમી છે. આવી સ્થિતિમાં, પોસ્ટ ઓફિસમાં રોકાણ તમારા માટે લગભગ શૂન્ય જોખમ સાથે નફો મેળવવાનો એક માર્ગ બની શકે છે.

આ પણ વાંચો: ૧૦ વર્ષમાં પૈસા ડબલ કરવાની યોજના: પોસ્ટ ઓફિસની ૬ FD યોજના, યોજનામાં મળશે 6.5%થી વધુ વ્યાજ, બેંકોની FD કરતા વધુ, જાણો અહીં સંપૂર્ણ માહિતી

જોકે તમારી પાસે મ્યુચ્યુઅલ ફંડ્સ પણ એક રોકાણ માટે બેસ્ટ વિકલ્પ છે. પરંતુ જો તમે સુરક્ષિત અને શૂન્ય જોખમી રોકાણની શોધમાં હોવ તો પોસ્ટ ઓફિસ સેવિંગ સ્કીમ્સ વધુ સારો વિકલ્પ બની શકે છે. આવી જ એક પોસ્ટ ઓફિસની યોજના છે કિસાન વિકાસ પત્ર યોજના.

કિસાન વિકાસ પત્ર (KVP) યોજના 2022
આ યોજના 1988 માં શરૂ કરવામાં આવી હતી, તે સમયે, તેનો ઉદ્દેશ્ય ખેડૂતોના રોકાણને બમણું કરવાનો હતો, પરંતુ હવે તે બધા માટે ખોલવામાં આવી છે. કિસાન વિકાસ પત્ર એ એક વખતની રોકાણ યોજના છે. આ યોજનાની અવધિ 124 મહિના એટલે કે 10 વર્ષ અને 4 મહિના છે.

આ પણ વાંચો: બેંક ઓફ બરોડાનાં ખાતાધારકો માટે ખુશ ખબરી, જાણો કેટલો ફાયદો થશે? BoBએ જાહેર કર્યા બદલાયેલા નવા દરો

જો તમે 1લી એપ્રિલ 2022થી 30મી જૂન 2022 સુધી આ સ્કીમમાં રોકાણ કર્યું છે, તો તમારા દ્વારા જમા કરવામાં આવેલી એકીકૃત રકમ 10 વર્ષ અને 4 મહિનામાં બમણી થઈ જશે. આ યોજના હેઠળ, તમને વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ 6.9% મળે છે.
KVP યોજનામાં અમર્યાદિત રોકાણ કરી શકો છો

તમે કિસાન વિકાસ પત્રનું પ્રમાણપત્ર 1,000 રૂપિયાના લઘુત્તમ રોકાણ સાથે ખરીદી શકો છો અને આ યોજનામાં કોઈ મહત્તમ રોકાણ મર્યાદા નથી. એટલે કે તમે આ સ્કીમમાં જેટલા પૈસા ઈચ્છો તેટલા પૈસા લગાવી શકો છો.

PAN અને આધારકાર્ડ આપવું ફરજિયાત છે
આ યોજનામાં મની લોન્ડરિંગનું જોખમ છે કારણ કે આ ચોક્કસ યોજનામાં રોકાણની કોઈ મર્યાદા નથી, તેથી સરકારે 2014માં 50,000 રૂપિયાથી વધુના રોકાણ માટે પાન કાર્ડ ફરજિયાત બનાવ્યું હતું. આ સિવાય તમારે તમારું ઓળખ પત્ર પણ આપવું પડશે. જો કોઈ વ્યક્તિ 10 લાખ કે તેથી વધુનું રોકાણ કરે છે, તો આવકનો પુરાવો પણ સબમિટ કરવો પડશે, જેમ કે ITR, પગાર સ્લિપ અને બેંક સ્ટેટમેન્ટ વગેરે.

રોકાણ માટે ત્રણ વિકલ્પો છે. 
1. સિંગલ હોલ્ડર પ્રકારનું પ્રમાણપત્ર: આ પ્રકારનું પ્રમાણપત્ર પોતાના માટે અથવા સગીર માટે ખરીદવામાં આવે છે. 
2. સંયુક્ત એકાઉન્ટ પ્રમાણપત્ર: તે બે વયસ્કોને સંયુક્ત રીતે જારી કરવામાં આવે છે. બંને ધારકોને અથવા જે પણ જીવિત હોય તેમને વળતર ચૂકવવામાં આવે છે. 
3. જોઈન્ટ બી એકાઉન્ટ સર્ટિફિકેટઃ તે બે વયસ્કોને સંયુક્ત રીતે જારી કરવામાં આવે છે. રિટર્ન માત્ર એક ધારકને ચૂકવવામાં આવે છે.

આ પણ વાંચો: ફ્કત 500 રૂપિયા જમા કરાવવા પર તમને પૂરા 10.45 લાખ રૂપિયા મળશે, તરત જ લાભ લો..

આ પણ વાંચો: સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા ફિક્સ્ડ ડિપોઝિટ અને પોસ્ટ ઑફિસ ફિક્સ્ડ ડિપોઝિટ પર આપવામાં આવતા વ્યાજ દરોમાં તમારા માટે કયો વિકલ્પ સારો છે? ચાલો જાણીએ.