ખેડુતો જેની રાહ જોતા હતા એવી સારી વરાપ ગયા અઠવાડિયે જોવા મળી હતી.જ્યારે રાજ્યના હજુ એવાં ઘણા વિસ્તારો છે જ્યાં વરસાદની ઘટ છે. હવામાન વિભાગે આગામી 4 દિવસ ભારે આગાહી કરી છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, ડાંગ અને તાપીમાં સારો એવો વરસાદ પડી શકે છે. 31 ઓગસ્ટ થી વાતાવરણ માં અસ્થીરતા
વધે તેવી શક્યતા છે.
આ પણ વાંચો: પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર: ભુક્કા બોલાવશે વરસાદ, જાણો કયું વાહન ? કેટલો વરસાદ ?
જ્યારે સૌરાષ્ટ્રમા અમરેલી, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, સોમનાથમાં અમુક વિસ્તારોમાં છૂટા છવાયા વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે.
બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે આજે અને આવતી કાલે કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. આગામી મહિનો સપ્ટેમ્બરમાં બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ ઉભુ થશે. જેથી 8 અને 11 સપ્ટેમ્બર સુધીમાં વરસાદની શક્યતા છે. જ્યારે 23 થી ઓકટોબર મહિના સુધી ભાદરવાનો તડકો નીકળશે.
આ પણ વાંચો: 1 સપ્ટેમ્બરથી બદલાશે આટલા નિયમો, જેની સીધી અસર તમારાં ખીસ્સા પર
નવરાત્રીના સમયમાં કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. દિવાળી આસપાસ વાદળ અને પવન ફૂંકાઇ શકે છે. જ્યારે ઓકટોબર અને નવેમ્બરમાં દક્ષિણ ભારતમાં સારો વરસાદ વરસી શકે છે.