આજ કાલ ઘણા યુવાનો ભણી ગણીને નોકરી કરવા વિદેશ જાય છે તો ઘણા એવા પણ યુવાનો છે જે વિદેશના ઉંચા પગારની નોકરી છોડી વતનમાં પરત ફરી બિઝનેસ કરવા લાગ્યા છે. આવા જ એક યુવાન છે દેવકુમાર નારાયણ, તે જેઓ વ્યવસાયે એન્જિનિયર છે અને તેઓ યુએઈમાં ચાર વર્ષ કોર્પોરેટ કંપનીમાં નોકરી છોડી ભારત પરત આવી ગયા.
દેવ કુમાર 2018માં પોતાનો વ્યવસાય શરૂ કરવાના વિચાર સાથે કેરળના કાસરગોડ પાછા ફર્યો. તેઓ કહે છે કે મારી અને મારી પત્નીની હંમેશા એવી ઈચ્છા હતી કે આપણો પોતાનો વ્યવસાય હોવો જોઈએ, પરંતુ તે શું હશે તે અંગે કોઈ પ્લાનિંગ નહોતુ.
ત્યાર બાદ નિર્માણ ઉદ્યોગમાં પ્રવેશવાનું નક્કી કરીને, તેમણે સ્થાનિક રીતે ઉપલબ્ધ અને પ્રાકૃતિક કાચો માલ શોધવાનું શરૂ કર્યું જે તેમની યુએસપી બની શકે. બહુ બધા આઈડિયા વિચાર્યા બાદ અમે આ સોપારીના પાંદડા આવરણ સુધી સિમિત કરી દીધુ, જેને તે પ્રદેશમાં પાલા નામથી ઓળખવામાં આવે છે. કાસરગોડમાં સોપારીના વૃક્ષો પુષ્કળ પ્રમાણમાં ઉગે છે, જેના કારણે ઉત્પાદન સરળ બની જાય છે.
તેમણે આ વિચારને અંતિમ સ્વરૂપ આપ્યા પછી, તેમણે એક બ્રાન્ડ નામ શોધવાનું શરૂ કર્યું જે અર્થપૂર્ણ અને તેના વ્યવસાયના ઉદ્દેશ્યને અનુરૂપ હોય. સોપારીના પાનનું આવરણ પ્લાસ્ટિક તેમજ કાગળનો સારો વિકલ્પ બની શકે છે. અમે આ વિચારને સામેલ કર્યો અને તેને 'પાપલા' નામ આપ્યું. નોંધનિય છે કે, 2018માં શરૂ કરાયેલ, Papla હવે ટેબલવેરથી લઈને સોપારીના પાન વડે બેગ બનાવવા સુધીના ઉત્પાદનોનું નિર્માણ કરે છે, જેમાથી દર મહિને રૂ. 2 લાખનું ટર્નઓવર કરે છે.
તેમના પ્રોડક્શનમાં રૂ. 1.50 થી રૂ. 10 ની વચ્ચેની કિંમતના ટેબલવેર પાપલાના બેસ્ટ સેલર છે. હાથબનાવટના ઉત્પાદનો જેમ કે ગ્રોથ બેગની કિંમત રૂ. 40 અને ટોપીઓ રૂ. 100 છે. તેઓ તેની વેબસાઇટ પર તેમજ ફોન પર ઓર્ડર લે છે. હાલમાં તેઓ આસપાસના ઘણા બેનોને રોજગારી પણ આપે છે.