khissu

ગુજરાત તરફ ત્રણ વરસાદી સિસ્ટમ: સમગ્ર ગુજરાતને ઘમરોળશે મેઘરાજા

મિત્રો હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી વરસાદે વિરામ લીધો છે. જેના કારણે આગામી 5 - 6 તારીખ સુધી રાજ્યના વિસ્તારોમાં સારી વરાપ જોવા મળશે. અને કોઈક જગ્યાએ સામાન્ય છૂટા છવાયા વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા વરસી શકે તેમ છે.

આ પણ વાંચો: નવા રાઉંડ માટે થઈ જાવ તૈયાર/ બંગાળની ખાડીમાં 3 લો-પ્રેશર બનશે, અતિ ભારે વરસાદ રાઉન્ડ

કોલ વેધર હવામાન મોડેલ પ્રમાણે 8 થી 16 ઓગસ્ટ સુધીમાં રાજ્યનાં વિસ્તારોમાં ભારે થી અતિ ભારે વરસાદની શક્યતા છે. જો કે 8 થી 18 તારીખ સુધીમાં અલગ અલગ ત્રણ સિસ્ટમ બંગાળની ખાડીમાંથી ગુજરાત તરફ આવશે. જેના કારણે આ ત્રણેય સિસ્ટમો નો લાભ ગુજરાતને થશે. અને કેટલાક વિસ્તારોમાં ભારે થી અતી ભારે વરસાદ પણ વરસી શકે છે.

આ પણ વાંચો: આજથી સસ્તો થશે ગેસ સિલિન્ડર, જાણો નવા સિલિન્ડર માટે તમારે કેટલા પૈસા ચૂકવવા પડશે

રાજ્યમાં 5 ઓગસ્ટ બાદ વરસાદનું જોર વધતું જશે. 7 અને 8 તારીખ આજુબાજુ બંગાળની ખાડીમાંથી બનેલી લૉ પ્રેશર સિસ્ટમ ગુજરાત તરફ આવતા 8 અને 9 તારીખમાં કેટલાક વિસ્તારોમાં ભારે થી અતિ ભારે વરસાદની શક્યતા છે.જો કે બીજી સિસ્ટમ ગુજરાતમાં 11 અને 12 તારીખમાં આવશે. જેના કારણે આ સમયગાળા દરમિયાન ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે.

આ પણ વાંચો: સામાન્ય માણસના ખિસ્સા પર થશે સીધી અસર! 1લી ઓગસ્ટથી થશે આ 5 મોટા ફેરફારો

જ્યારે 13,14 અને 15 તારીખમાં રાજ્યમાં છૂટો છવાયો હળવો વરસાદ વરસી શકે છે. બંગાળની ખાડીમાંથી બનેલી ત્રીજી સિસ્ટમ 17 તારીખ આજુબાજુ ગૂજરાત તરફ આવશે. જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે.