30 સપ્ટેમ્બર સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં 2 થી 5 ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે છે. ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, સુરત, વલસાડ અને નવસારી જેવા વિસ્તારોમાં 4 થી 6 ઇંચ વરસાદ અને કેટલાક સ્થળોએ 6 ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડે તેવી શક્યતા છે. આમ, દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
25 સપ્ટેમ્બરે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, નર્મદા, સુરત અને, તાપીમાં યેલો અલર્ટ છે. નવસારી, ડાંગ, વલસાડ અને, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
26 સપ્ટેમ્બરે અમદાવાદ, બોટાદ, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને, નર્મદામાં યેલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે.
તો અમરેલી, ભાવનગર, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.આગામી 3 દિવસ ગુજરાતમાં વરસાદની હવામાનની આગાહી છે.
આજથી બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય બનતા વરસાદી માહોલ રહેશે. બંગાળમાં જે સિસ્ટમ સક્રિય બનશે તે દક્ષિણ ગુજરાતમાં વરસાદ લાવશે.
આગાહીકાર આંબલાલ પટેલની આગાહી કરતા જણાવ્યું કે 10 ઓક્ટોબરે બંગાળાના ઉપસગારના વાવાઝોડાની શક્યતા છે. તો 16 નવેમ્બરથી બંગાળાના ઉપસાગરમા હળવું દબાણ ઉભું થતા 18 નવેમ્બરથી ડિસેમ્બર સુધી ભારે ચક્રવાત ઉભું થશે.
અંબાલાલની આગાહી મુજબ આ વખતે ગરમી પુષ્કળ પડવાની શક્યતા છે. નવેમ્બરથી ડિસેમ્બર માસમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. તે સમયે ગળામાં માવઠું થશે.
નેરુત્યનું ચોમાસું હાલ રાજસ્થાનના ઉત્તર પશ્ચિમ ભાગોમાંથી વિદાય લઈ રહ્યું છે, છતાં ગુજરાતમાં ચોમાસું હજુ સક્રિય છે. આ કારણે, રાજ્યમાં વરસાદનો એક નવો રાઉન્ડ આવી રહ્યો છે.