khissu

ઓગસ્ટ મહિનામાં કેવો વરસાદ ? બની રહ્યા છે ત્રણ મજબૂત લો પ્રેશર

નમસ્કાર મિત્રો, હવે ધીમે ધીમે વરસાદની સિસ્ટમ બંધાઈ રહી છે. આગામી દિવસોમાં રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. 5 તારીખ બાદ સમગ્ર રાજ્યમાં વરસાદનું જોર વધતું જશે. 5 તારીખ બાદ રક્ષાબંધન તેમજ જન્માષ્ટમી સુધીમાં કેટલાક વિસ્તારોમાં ભારે થી અતિ ભારે વરસાદ વરસશે.

હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાના કારણે રાજ્યમાં સારી એવી વરાપ દેખાઈ રહી છે. જો કે આવનારા ત્રણ ચાર દિવસ સારી વરાપ જોવા મળશે. પરંતુ છૂટા છવાયા વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. ભારે વરસાદની હાલ કોઈ જ શક્યતા નથી.

આ પણ વાંચો: નવા રાઉંડ માટે થઈ જાવ તૈયાર/ બંગાળની ખાડીમાં 3 લો-પ્રેશર બનશે, અતિ ભારે વરસાદ રાઉન્ડ

આજે ક્યાં જિલ્લામાં વરસાદ થશે: આજે ઉત્તર ગુજરાતના ભાગોમાં થોડું વરસાદનું જોર વધુ રહેશે. આજે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, પાટણ અને મહેસાણા જિલ્લામાં સામાન્ય થી લઈને હળવા વરસાદની શક્યતા છે. જ્યારે સાબરકાંઠા અને બનાસકાંઠાનાં કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદ પણ વરસી શકે છે.

આ પણ વાંચો: ગુજરાત તરફ ત્રણ વરસાદી સિસ્ટમ: સમગ્ર ગુજરાતને ઘમરોળશે મેઘરાજા

જ્યારે કચ્છના માંડવી સહિતનાં વિસ્તારોમાં સામાન્ય છાંટા છૂટી થી લઈને હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે. મધ્ય ગુજરાતમાં પંચમહાલના કોઈક ભાગોમાં સારા વરસાદી ઝાપટા વરસવાની શક્યતા છે. સૌરાષ્ટ્રમા પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ આ જીલ્લાનાં દરિયાકાંઠાનાં કોઈક જગ્યાએ સામાન્ય થી લઈને હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે.