khissu

બાપ રે.... સંપત્તિનો નથી લાગ્યો અંદાજ, કોણ છે આ આદમી જેને વિશ્વનો સૌથી ધનિક વ્યક્તિ માનવામાં આવતો

દુનિયાની અંદર અમીર લોકોની કોઈ કમી નથી. અમીર શબ્દનું નામ સાંભળતા આપણા મગજમાં ઉદ્યોગપતિઓનાં વિચાર આવી જાય છે. પહેલાના જમાનામાં રાજા મહારાજાઓ, બાદશાહો ની પાસે બેશુમાર ખજાના હતા. જેની વાર્તાઓ આજે પણ આપણે સાંભળીયે છીએ. આજ એક એવા જ આદમી વિશે જણાવશું, જેને ઈતિહાસનો સૌથી વધુ ધનિક માણસ કહેવામાં આવે છે. તેનાથી વધુ ધનિક માણસ અત્યાર સુધી પણ નથી થયો. તો ચાલો જાણીએ આ અમીર માણસ કોણ છે?

અમેરિકાના મની મેગેઝિનમાં મનસા મુસાને ઈતિહાસનો સૌથી વધુ ધનિક વ્યક્તિ રજૂ કરવામાં આવ્યો છે. મનસા મૂસા ટિમ્બક્ટુનો રાજા હતો. તેનું અસલી નામ મુસા કીતા પ્રથમ હતું, પરંતુ જ્યારે તેમણે રાજગાદી સંભાળી ત્યારે તેને મનસા કહેવામાં આવતું હતું જેનો અર્થ બાદશાહ થાય છે. મનસા મુસાએ આશરે 1312 થી 1337 સુધી શાસન કર્યું હતું અને આ સમય દરમિયાન તેણે અરબોની સંપત્તિ એકઠી કરી હતી.

એક સમય હતો જ્યારે સમગ્ર વિશ્વમાં સોનાની માંગ સૌથી વધુ હતી. તે સમય દરમિયાન માલી પાસે ખનીજોનો ભંડાર હતો. તે સમયે માલી પર મનસા મુસાનું સામ્રાજ્ય હતું. મનસા મુસા આફ્રિકાના જંગલોમાં રહેતો હતો. જો અત્યારે મનસા મુસા જીવંત હોત તો વિશ્વનો સૌથી વધુ ધનિક વ્યક્તિ મનસા મુસા હોત.

મનસા મુસા ની દોલતનો અંદાજો લગાવવો મુશ્કેલ છે. સેલિબ્રિટી નેટવર્થ નામની વેબસાઇટનાં રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે તેની સંપત્તિ અંદાજે 400 અબજ ડોલર હતી. એટલે કે તે સમયે તેની પાસે અઢી લાખ કરોડ રૂપિયાની સંપત્તિ હતી. જો મનસા મુસા જીવિત હોત તો તેનાથી વધુ કોઈ અમીર વ્યક્તિ પૃથ્વી પર ન હોત.

1324 ની અંદર મનસા મુસા મક્કાની યાત્રા પર જવા નીકળ્યો હતો. આ યાત્રામાં તેને 6 હજાર કિ.મી. નુ અંતર કાપ્યું હતું. આ યાત્રામાં લગભગ 60 હજાર લોકો જોડાયા હતા. તેમાંથી 12 હજાર ફકત સુલતાનના અંગત અનુયાયીઓ જ હતા. આ કાફલાની આગળ 500 માણસોની ટુકડી હતી અને તે બધાના હાથમાં સોનાની લાકડીઓ હતી, બધા લોકોએ રેશમી કપડાં પહેર્યા હતા, કાફલામાં 80 ઊંટોની ટોળી પણ હતી, તમામ ઊંટો 136 કિલો સોનાથી લદાયેલા હતા. એવું કહેવામાં આવે છે કે જ્યારે તે ઇજિપ્તની રાજધાની કૌરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને ગરીબોને એટલું દાન આપ્યું કે તે વિસ્તારમા મોંઘવારીનો માહોલ સર્જાયો હતો.

મનસા મૂસાએ લગભગ 25 વર્ષ શાસન કર્યું. હાલનાં ઘાના, ટિમ્બક્ટુ અને માલી તેના સામ્રાજ્યના ભાગ હતા. દુખની વાત એ છે કે તેના મૃત્યુ પછીની પેઢી તેમનો વ્યવસાય સંભાળી શકી નહિ. એવું માનવામાં આવે છે કે તે સમયમાં લાંબા ગૃહયુદ્ધ અને વિદેશી સૈન્યના આક્રમણને કારણે આ સામ્રાજ્યનુ પતન થયું હતું.