khissu

વરસાદની આશા જગાવતું યુરોપિયન મોડેલ, જાણો ગુજરાતમાં વરસાદની એન્ટ્રી ક્યારે થશે

ગત આગાહી માં સામાન્ય પ્રિમોન્સુન વરસાદ છાંટા છૂટી નુ જણાવ્યુ હતુ તે મુજબ જોઈએ તેવા પ્રમાણમાં ખાસ કોઈ એક્ટીવીટી જોવા મળી નથી, ક્યાંક એકાદ બે જગ્યાએ સાવ સામાન્ય ઝાપટા કે છાંટા જોવા મળ્યા.

જે હવે નવીન બાબત ન ગણાય હાલ ના સમયે ભેજ યુક્ત દરિયાઈ પવનો રાજ્ય ઉપર થી પસાર થતા હોય એટલે ક્યારેક ક્યારેક વધુ વાદળો છવાઈ તો છાંટા છૂટી જોવા મળતી જ હોય છે. તેમજ તાપમાન વિશે જોઈએ તો હાલ મહત્તમ તાપમાન 41 કે 42 ડિગ્રી સેન્ટર મુજબ નોર્મલ આજુબાજુ ગણાય. જે હવે જેમ ક્રમશઃ દિવસો જતા જશે તેમ નોર્મલ તાપમાન ની રેન્જ નીચી આવતી જતી હોય છે.

આગાહી સમય માં મહત્તમ તાપમાન નોર્મલ આજુબાજુ જોવા મળશે. મહત્તમ તાપમાન જોઈએ તો આગાહી સમય માં 39 થી 41 ડિગ્રી જોવા મળશે. કે ક્યારેક અમુક સેન્ટર માં 43 ડિગ્રી જોવા મળશે. જેમાં હવે મહત્તમ તાપમાન મધ્ય કે ઉત્તર ગુજરાત તેમજ તેને લાગુ સૌરાષ્ટ્ર, 
કચ્છ માં ઉંચુ જોવા મળતુ હોય છે. જેમાં આગાહી ના છેલ્લા એકાદ બે દિવસ માં જ્યા જેટલુ તાપમાન હશે ત્યાં તેમાં એકાદ બે ડિગ્રી ની રાહત જોવા મળશે.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

પવનો જોઈએ તો હાલ પવન મોટા ભાગે પશ્ચિમ કે દક્ષિણ પશ્ચિમ ના જોવા મળશે. તેમજ પવન ની ગતી નોર્મલ નજીક રહેશે. કે દિવસ દરમિયાન ક્યારેક જેમાં બપોર બાદ કે સાંજ સમયે પવન ની ગતી વધુ જોવા મળશે. સવાર ના સમયે ભેજયુક્ત પવનો ને લીધે તેમજ લો લૅવલ ના (ઘારીયા)વાદળ ના લીધે બફારો ઉકળાટ ભર્યું વાતાવરણ રહે.

અરબી સમુદ્ર માં બનનાર સંભવિત સાઈક્લોનીક સર્ક્યુલેશન વીશે મોડેલો ના મતમતાંતર મુજબ મધ્ય પૂર્વ અરબી સમુદ્ર માં ગોવા કે મહારાષ્ટ્ર ના દરિયા નજીક 8 જૂન આજુબાજુ UAC બનતુ બતાવે છે. જેમાં હજુ બધા મોડેલો સહમત નથી, એટલે UAC હજુ ક્યાં અને કેટલુ મજબૂત બને એ અત્યારે કહેવુ મુશ્કેલ છે. જો યુરોપિયન મોડેલ મુજબ સિસ્ટમ બને તો 9 જૂન આજુબાજુ થી ગુજરાત માં સારી એવી પ્રિમોન્સુન એક્ટિવિટી જોર પકડે અને રાજ્ય ના ભાગોમાં વરસાદ નું આગમન થાય એવો અંદાજ છે.

નૈઋત્ય નું ચોમાસું આગામી 4-5 દિવસ દરમિયાન મધ્ય અરબી સમુદ્રના બાકીના ભાગો, કર્ણાટકના બાકીના ભાગો, દક્ષિણ મહારાષ્ટ્રના કેટલાક ભાગો, ગોવા, રાયલસીમા ના બાકીના ભાગો, તેલંગાણા અને કોસ્ટલ આંધ્રપ્રદેશ, દક્ષિણ છત્તીસગઢ અને દક્ષિણ ઓડિશાના કેટલાક ભાગોમાં મધ્યપશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીના કેટલાક વધુ ભાગો માં ચોમાસું આગળ વધવા  માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે.

એક UAC ગુજરાતના મધ્ય ભાગો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર યથાવત છે. સંભવિત સીસ્ટમ મજબૂત બનશે તો જરૂર પડ્યે ટુંકી આગાહી આપીને વહેલી તકે જાણકારી આપીશું.