સફળ વ્યક્તિની સોનેરી સલાહ: માત્ર એક વર્ષમાં ૩૦ લાખનો બિઝનેસ, કેવી રીતે શરૂ કર્યો બિઝનેસ ?

સફળ વ્યક્તિની સોનેરી સલાહ: માત્ર એક વર્ષમાં ૩૦ લાખનો બિઝનેસ, કેવી રીતે શરૂ કર્યો બિઝનેસ ?

મિત્રો ઘણા લોકો એક બિઝનેસની શરૂઆત તો કરી દે છે પણ તેમને સફળતા મળતી નથી એટલું જ નાહીનલોકો બિઝનેસ શરૂ કરતાં પણ ડર લાગે છે કે તે આમ સફળ થશે ખરાં ? તો બીજી બાજુ અમુક લોકોના નસીબ જ એવા હોય છે કે બિઝનેસ કરવાનો સહેજેય વિચાર પણ ન હોય તેમ છતાં સફળતા સામે ચાલીને તેના દરવાજે આવીને ઉભી રહે છે. ચાલો તો આજે તમને એવી પણ સફળતા વિશે જણાવી દઈએ.

એક નાનકડો પરિચય :

દિલ્હીમાં રહેતી યાચના બંસલ પોતાના પરિવાર સાથે મળીને અથાણાં, મુરબ્બો અને દાળ બનાવવાની શરૂઆત કરી. ઘરમાં તૈયાર આ ડિશને નામ આપ્યું 'જયનિ પિકલ્સ', ત્યારબાદ તેમણે આ અથાણાંને ઓનલાઈન તેમજ ઓફલાઈન પ્લેટફોર્મ મારફતે માર્કેટ સુધી પહોંચાડ્યા અને ધીરે ધીરે તેઓ એક વર્ષમાં ૩૦ લાખની કમાણીએ પહોંચી ગયા. યાચના એક શિક્ષક છે અને તેના પતિ સોફ્ટવેર એન્જીનીયર છે. યાચના તેમાં પતિ, સાસુ, નણંદ અને દેવર સાથે રહે છે.

પ્રથમ શરૂઆત મોટિવેશન દ્વારા :

કોઈપણ વ્યક્તિ જીવનમાં આગળ વધવા તેને મોટિવેશનની ખૂબ જરૂર હોય છે. મોટિવેશન મળવાથી વ્યક્તિ અંદરથી કંઈક કરી નાંખવાનો ઝનૂન ચડે છે અને તેનાથી જ તેને હિંમત આવે છે.

એકવાર યાચનાના પતિના મિત્રો તેઓના ઘરે જમવા આવ્યા ત્યારે તેના અથાણાની પ્રશંસા કરી અને આવો ટેસ્ટ ખાલી ઘર પૂરતી જ ન રાખો તેવું કહ્યું જેની અસર યાચના અને તેના પતિ પર થઈ. તેઓના મનમાં લડડું ફૂટ્યાં... કહેવાય છેને કે કોઈ તમારી અંદર રહેલું ટેલેન્ટ તમારી કરતાં બીજાં લોકો ઓળખી જાય છે. બસ તો પછી કર્યો શરૂ અથાણાંનો કારોબાર...

પહેલાં તો માર્કેટિંગ કરવું પડે :

યાચના અને તેના પતિએ અથાણાંનો કારોબાર ટ્રાય કરવા સૌપ્રથમ અથાણાંના સેમ્પલ તરીકે ચીલી પિકલ્સ તૈયાર કર્યા અને તેને લોકોના પ્રતિભાવો માટે વહેચ્યાં. જોકે તેઓના અથાણાંની ખૂબ પ્રશંસા થવા લાગી એટલે હવે તો 'ગાડીને ટોપ ગેરમાં નાંખવાનો વિચાર કરી દીધો'.

એક સારો બિઝનેસ ચલાવવા સારા એવા ટીમ વર્કની જરૂર પડે :

યાચના અને તેના પતિએ ૨૦૧૮માં જયનિ પિકલ્સ નામથી અથાણાંનો કારોબાર શરૂ કર્યો. પરંતુ આ કારોબારમાં માત્ર યાચના જ નહીં પરંતુ પરિવારના તમામ સભ્યો મહેનત કરતાં હતાં. સાસુ, નણંદ,પતિ અને દેવર સહિત એક અન્ય સંબંધી ગગન સિંઘવાલ પણ આ કારોબારને સાંભળતા હતા. 

બિઝનેસને ટકાવી રાખવા મેનેજમેન્ટ કરતું રહેવું જરૂરી છે :

તેઓ સિઝન પ્રમાણે ૧૨ મહિનામાં અલગ અલગ પધ્ધતિથી અથાણાં તૈયાર કરતા હતા. જેમાં કયું અથાણું ક્યારે તૈયાર કરવું, ક્યારે કોની માંગ વધુ છે, આ તમામ કાર્યોનું મેનેજમેન્ટ પરિવારના સભ્યો સાથે મળીને કરતા હતા. આ ઉપરાંત અથાણાં તૈયાર કરવા કયા કયા મસાલા કેટલા પ્રમાણમાં નાખવા, કેટલું તેલ નાખવાનું, કેટલાં સમય સુધી સુકવવાનું આ તમામ કામગીરી તેના સાસુ કરતા હતા.

એકવાર બિઝનેસ ચાલે તો નવી નવી ડિમાન્ડ પણ મળતી રહે :

યાચનાએ અથાણાંનો કારોબાર તો શરૂ કર્યો અને ખૂબ મોટા પાયે ચાલ્યો પણ ખરા પણ દુકાનદારો અથાણાંની જેમ મુરબ્બાની પણ માંગ કરી. જેથી યાચના અને તેના પરિવારે મુરબ્બાની વેરાયટી પણ શરૂ કરી. જોકે હાલ તેઓ મુરબ્બાને કસ્ટમાઇઝ કરે છે કારણકે મુરબ્બા બનાવવા વધારે જગ્યાની જરૂર પડે છે.

સફળ બનવા માટે અનેક લોકોનો સામનો પણ કરવો પડે છે પણ તમે જ્યારે બેસ્ટ આપો છો તો તમને કોઈ નથી રોકી શકવાનું :

તેઓએ જ્યારે અથાણાંનું માર્કેટિંગ શરૂ કર્યું ત્યારે દુકાનદારોએ તેને મોંઘુ કહીને અવગણ્યું હતું. પરંતુ તેમને કેટલાક ડબ્બા ટેસ્ટ કરવા ગ્રાહકો માટે રાખવા કહ્યું અને ગ્રાહકો તરફથી સારો રિસ્પોન્સ મળ્યો. આ ઉપરાંત તેઓએ પોતાના ઘરની નીચે જ એક દુકાન ખોલી હતી.

સફળ બની ગયા પછી પાણીની જેમ કમાણી શરૂ થઈ જાય :

તેઓ હાલ ઓનલાઈન અને ઓફલાઈન પ્લેટફોર્મથી દરરોજ આશરે ૫૦ કિલો જેટલા અથાણાં અને મુરબ્બાનું વેંચાણ કરે છે. આમ તેઓ બંને પ્લેટફોર્મ પરથી ૩૦ થી ૩૫ લાખ રૂપિયા કમાય છે.

એક સફળ વ્યક્તિની સોનેરી સલાહ :

યાચના કહે છે કે, જો તમે ઘરેથી શરૂઆત કરવા ઇચ્છતા હોય તો તમેં ૧૦ થી ૨૦ હજાર રૂપિયામાં પણ અથાણું બનવવાનો કારોબાર કરી શકો છો. હોવી કેરી ની સિઝન આવશે, આ સીઝનમાં તમે ૫૦ કિલો અથાણું બનવશો તો પણ ૭ થી ૮ હજારનો જ ખર્ચ આવશે. એમ સૌથી મોંઘુ મસ્ટર્ડ ઓઇલ જ હોય છે. જો કોઈ તેમના ઘરેથી કામ કરવા ઇચ્છતું હોય તો તેઓ ઘરના સાધનોથી શરૂઆત કરી શકે છે. આ ઉપરાંત FSSAI સર્ટીફીકેટ તથા નામ રજીસ્ટ્રેશન માટે પણ શરૂઆત થી જ અરજી કરી દેવી જોઈએ, કારણકે બાદમાં જ્યારે કારોબાર વધે છે તો જવાબદારી પણ વધવા લાગે છે.