khissu

મત આપતાં પહેલાં જાણી લો શું છે NOTA? શું ફર્ક પડે NOTA થી?

'' મતદાનનો બહિષ્કાર કરવાને બદલે નોટા (NOTA) ને મત આપી વિરોધ દર્શાવો '' 

હાલ કોઈ ચર્ચાનો વિષય હોય તો તે છે ચુંટણી. ઘણા શહેરોમાં ચુંટણી શરૂ થઈ ગઈ છે. જેમાં ઘણા કાયદા કાનૂન લાગુ પડતાં હોય છેે, તેમાં પણ કોરોના મહામારી હોવાથી ચૂંટણી ખૂબ જ ચર્ચાનો વિષય બની ગયો છે. તે દરમિયાન ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં ઉમેદવારો ના ચિન્હો સિવાય એક બટન નોટા (NOTA- NONE OF THE ABOVE ) નુ હોય છે. તો આપને થતું હશે શું છે આ નોટા (NOTA) નું બટન? 

નોટા નુ પૂરું નામ શું છે ?

નોટાનું પૂરું નામ NONE OF THE ABOVE થાય છે.અને ગુજરાતી માં "આપેલ પૈકી કોઈ પણ નહિ" થાય છે. 

આપણો દેશ લોકશાહી દેશ છે. જેમાં લોકો દ્વારા ચુંટાયેલા ઉમેદવારો સરકારમાં જાય, જે ચુંટાયેલા લોકો લોકોની અપેક્ષા મુજબ દેશ હિતના કાર્યો કરે છે. પરંતુ ઘણી ચુંટણીમાં આપણી ઈચ્છા મુજબના ઉમેદવારો મળવા મુશ્કેલ હોય છે, જેથી NOTA બટનની જરૂર પડી છે. 

જ્યારે નોટાનું બટન આપણા દેશમાં લાગુ ન હતું, ત્યારે તમે ચૂંટણીમાં મત ન આપી એનો વિરોધ દર્શાવતા હતા, પણ એ રીતે તમારો મત ફેલ જતો હતો. જેમના સમાધાન માટે નોટાનો વિકલ્પ લાવવામાં આવ્યો, જેથી ચૂંટણી અને રાજકારણની પ્રક્રિયા જળવાઈ રહે.

 નોટા (NOTA) થી શું ફરક પડે ?

છેલ્લે ચુટણી પંચના સિનિયર અધિકારીઓના જણાવ્યા મુજબ નોટાનાં મતથી ચૂંટણીના પરિણામો ઉપર કોઈ ફરક પડતો નથી. મતગણતરી દરમ્યાન નોટાનાં મત ગણવામાં આવે છે પરંતુ તેને અમાન્ય મત કહેવામાં આવે છે. કુલ મતદાનના સૌથી વધુ મત નોટાને મળે એટલે કે અમાન્ય મત હોય તો પણ પરિણામ ઉપર કોઈ અસર થતી નથી, NOTA સિવાયના મતને માન્ય મત કહેવાય છે અને માન્ય પૈકી જેને વધુ મત મળ્યા હોય એ વિજેતા ગણાય છે.

NOTA (NONE OF THE ABOVE) ની શરૂઆત ક્યારે થઈ? 

ડિસેમ્બર 2013 ની વિધાનસભા ચૂંટણીમાં ભારતના ચૂંટણી પંચે (EVM) ઇલેક્ટ્રોનિક મતદાન મશીનોમાં નોટાનો ઉપયોગ કર્યો હતો. વર્ષ 2015 માં તેનો અમલ દેશભરમાં કરવામાં આવ્યો હતો. નોટા એટલે "ઉપરના માંથી કોઈ પણ નહિ". ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં, તે એક બટનની જેમ હોય છે, જ્યારે મતદાન કરતી વખતે, તમને એવું લાગે કે ચૂંટણીમાં ભાગ લેનારા તમામ ઉમેદવારો તમારી ઇચ્છા મુજબ નથી, તો તે બટન દબાવવાથી તમારો વિરોધ નોંધાય છે. એટલે કે ઉભેલા ઉમેદવાર માંથી તમે કોઈપણ ને મત આપવા ઇચ્છતા નથી.

ચુંટણી પંચ દ્વારા મતદારોને એક વિશેષ અધિકાર આપવામાં આવે છે. જેને નોટા તરીકે ઓળખવામાં આવે છે. જેનો ઉપયોગ ચુંટણીમાં ઉભેલા તમામ ઉમેદવારો ને નાપસંદ કરવા માટે થાય છે. EVM (ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં)  એક બટન ના રૂપમાં હોય છે. જેનો અર્થ NONE OF THE ABOVE (આપેલ પૈકી એક પણ નહિ) એવો થાય છે.

મતદાર જો નોટા બટનનો નો ઉપયોગ કરે તો કોઈ પણ ઉમેદવારને મત મળતો નથી. અને જો કોઈ ચુંટણીમાં નોટાની સંખ્યા વધુ હોય તો ચુંટણી પંચ ઉમેદવારો ને બદલવાનો હુકમ પણ કરી શકે છે.

નોટા નો ઇતિહાસ શું છે ?

નોટાનો ઉપયોગ સૌ પ્રથમ યુનાઇટેડ સ્ટેટ્સમાં થયો હતો. તેનો ઉપયોગ અમેરિકાના નેવાડા રાજ્યમાં 1976 ની ચૂંટણીમાં કરવામાં આવ્યો હતો. આ પછી તેનો ઉપયોગ ઘણા દેશોમાં શરૂ થયો. કોલંબિયા, યુક્રેન, બાંગ્લાદેશ, બ્રાઝીલ, ફિનલેન્ડ, સ્પેન , સ્વિડન, ચીલી, ફ્રાન્સ, ભારત, બેલ્જીયમ અને ગ્રીસ આટલા દેશો પોતાના નાગરિકોને નકારાત્મક મત આપવાનો અધિકાર આપ્યો છે.

વર્ષ 2009 માં, ભારતના ચૂંટણી પંચે નોટાનો વિકલ્પ ઉમેરવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. પરંતુ તે સમયે કેન્દ્ર સરકારે કારણોસર તેને સંમતિ આપી ન હતી જેના કારણે તેનો અમલ થઈ શક્યો ન હતો. તે સમયે તેને પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝ દ્વારા ટેકો મળ્યો હતો, જે એક એનજીઓ હતું.

વર્ષ 2013 માં, સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય આપ્યો, જે મુજબ નોટાને માન્યતા આપવામાં આવી હતી. આ રીતે, ચૂંટણી પંચે ઇલેક્ટ્રોનિક મતદાન મશીનોમાં નોટાનો સમાવેશ કર્યો.

NOTA ની માહિતી ગુજરાતના દરેક વ્યક્તિઓ જાણી શકે તે માટે શેર કરો.