ભારતીય કેલેન્ડર પ્રમાણે દર વર્ષે વરસાદના નક્ષત્રો પરથી ચોમાસુ કેવું રહેશે તેમનું અનુમાન લગાવવામાં આવતું હોય છે. સાથે ક્યાં નક્ષત્રમાં કેટલો વરસાદ પડે તેની માહિતી પણ મળતી હોય છે. આજે આપણે વરસાદના મુર્ગશીર્ષ નક્ષત્ર વિશે માહિતી મેળવીશું.
સૂર્ય જ્યારે મુગશીર્ષ નક્ષત્રમાં પ્રવેશ કરે ત્યારે દેશમાં વરસાદની શરૂઆત થાય છે, પરંતુ વિધિવત રીતે ચોમાસાની શરૂઆત સૂર્ય જ્યારે આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરે ત્યારે થાય છે. આ વર્ષે સૂર્ય 07/06/2024 ને શુક્રવારે મૃગશીર્ષ નક્ષત્રમાં પ્રવેશ કરશે અને 20/06/2024 સુધી સૂર્ય મુર્ગશીર્ષ નક્ષત્રમાં રહેશે. આ મુર્ગશીર્ષ નક્ષત્રનું વાહન શિયાળ છે.
લોકવાયકા:
‘’મગશરા વાયા તો આદ્રા મે આયા
વર્ષે આદ્રા તો બારેમાસ પાધરા”
લોકવાયકા મુજબ, મગશરા વાયા તો આદ્રા મેં આયા, એટલે કે મગસરા નક્ષત્રમાં વરસાદ પડે, ગરમી બફારો થાય, તો તે પછીના આદ્રા નક્ષત્રમાં સારો વરસાદ વરસે. દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં મુર્ગશીર્ષ નક્ષત્રમાં વાવણી લાયક વરસાદની શક્યતા જોવા મળતી હોય છે.
આ નક્ષત્રમાં કડાકા-ભડાકા સાથે જે વિસ્તારોમાં વરસાદ પડે ત્યાં વાવણીલાયક વરસાદ પણ પડી શકે છે. સામાન્ય રીતે આ નક્ષત્રમાં બપોર પછી વરસાદની એક્ટિવિટી નોંધાતી હોય છે.
મુર્ગશીર્ષ નક્ષત્રની ચોમાસાના વરસાદનું પહેલુ નક્ષત્ર ગણવામાં આવે છે અને આ નક્ષત્રમાં ઘણા વિસ્તારમાં વાવણી લાયક વરસાદ પણ થઈ જતો હોય છે. આ નક્ષત્રમાં બફારનું પ્રમાણ વધે છે અને પવન પણ ખૂબ ફૂંકાઈ છે અને આ નક્ષત્રમાં ઝટકાના પવનો જેટલા ફૂંકાઈ તે ચોમાસા માટે સારું ગણવામાં આવે છે.
આ નક્ષત્ર દરમિયાન અરબી સમુદ્રમાં તોફાન પણ બનતો હોય છે જેથી આ નક્ષત્ર દરમિયાન અરબી સમુદ્રમાં વાવાઝોડું બનવાની પણ સાંભવનાઓ રહેતી હોય છે.
બીજી કહેવત એ છે કે જો ગ્રીષ્મ ઋતુના અંતમાં કેરીના વૃક્ષોને પણ હલબલાવી નાખે તેવી તેજ તરાર હવા વહે તો સમજી લેવુ કે હવે વર્ષાઋતુ આવવાની છે. જ્યારે સૂર્ય મુર્ગશીર્ષ નક્ષત્રમાં હોય ત્યારે ગ્રીષ્મ ઋતુનો અંત આવે છે.