કેરળમાં દરિયા કિનારા અને ઉત્તરપૂર્વના ભાગમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી થઈ છે. ત્યારે હવામાન વિભાગની આગાહીના 1 દિવસ પહેલાં ચોમાસું શરૂ થયુ. સામાન્ય રીતે ઉત્તર પૂર્વમાં 5 જૂન સુધીમાં ચોમાસાની એન્ટ્રી થતી હોય છે. પરંતુ રેમલ વાવાઝોડાના કારણે વહેલું ચોમાસું આવ્યું હોવાની શક્યતા છે. 27 જૂન સુધીમાં એટલે કે જૂનના અંત સુધી દિલ્લીમાં ચોમાસું પહોંચવાની સંભાવના છે. બિહારમાં સમયસર ચોમાસું પહોંચે તેવી અને ગુજરાતમાં 10 જૂન સુધી ચોમાસાની એન્ટ્રી થવાની શક્યતા છે. ઝારખંડ, છત્તીસગઢ અને મધ્યપ્રદેશના અમુક ભાગમાં પણ 10 જૂને ચોમાસાની એન્ટ્રી થશે.
ત્યારે આ મુદ્દે હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીએ જણાવ્યું કે, આજથી નૈઋત્યના ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. અત્યારે કેરેલમાં ચોમાસુ વહેલુ પહોંચ્યું છે એટેલે ગુજરાતમાં પણ વહેલું ચોમાસુ આવશે તેવું ન માની શકાય. પરંતુ સામાન્ય કરતા એક દિવસ વહેલું એટલે કે, ગુજરાતમાં 14 જૂને ચોમાસું આવી શકે છે.
14 થી 25 જૂન સુધીમાં રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થશે'
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, વલસાડ, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલીથી ચોમાસાના પ્રારંભ થશે. 14 થી 25 જૂન સુધીમાં રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થશે. 14થી 25 જૂન સુધીમાં વાવણી લાયક વરસાદ થશે અને 14 થી 25 જૂન સુધીમાં 2 થી 3 તબક્કામાં વરસાદ થશે. 5 થી 8 પ્રિમોન્સૂનના ભાગ રૂપે વરસાદી ઝપટા આવશે અને આ વખતે સમાન્ય કરતા વહેલુ ચોમાસુ આવશે. વધુમાં કહ્યું કે, આ વર્ષે રાજ્યમાં 98 થી 108 ટકા વરસાદ નોંધાશે
એવામાં મિત્રો રાજ્યના ચાર જિલ્લામાં ધુળની આંધીની આગાહી કરી છે. આગામી 3 દિવસ કચ્છ બનાસકાંઠા પાટણ અને સુરેન્દ્રનગરમાં ડસ્ટ સ્ટ્રોમની આગાહી છે. ધૂળની આંધીના પગલે વિઝિબિલિટીમાં ઘટાડો થશે. રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે. દક્ષિણ પશ્ચિમ પશ્ચિમ તરફના પવન ફૂંકાતા ગરમીમાં આંશિક ઘટાડો થશે. અરબી સમુદ્ર પર થી પવન આવતા હવામાં ભેજનું પ્રમાણ વધ્યું છે, જેથી પવનની ગતિ 25 થી 30 કિલોમીટર રહેવાની શક્યતા છે.
ગુજરાતભરમાં અંબાલાલે મોટી આગાહી કરી છે કે ચોમાચાની શરૂઆતમાં જ સારો વરસાદ પડશે અને વરસાદ પણ વહેલો આવશે. 4 જૂન સુધીમાં વરસાદ પડશે જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો આવી જશે. તેમના જણાવ્યા મુજબ આંધી-વંટોળ સાથે પ્રી-મોનસૂનનો વરસાદ પડવાની શક્યતા રહેશે.
ગુજરાત અને રાજસ્થાનમાં ગરમી ઘટશે-
દેશમાં ચોમાસા અંગે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. આ વર્ષે સામાન્ય કરતા વધુ વરસાદ થવાની શક્યતા છે. સરેરાશ 108 ટકા સુધી વરસાદ પડી શકે છે. જેમાં મધ્ય ભારત, દક્ષિણ ભારતના રાજ્યમાં વધુ વરસાદ પડશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણ પર અસર થઈ છે. જલ્દી વરસાદ આવવાથી રાજસ્થાન, ગુજરાતના લોકોને ગરમીથી રાહત મળશે. બંને રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગરમી ઘટશે. વધારે વરસાદથી અર્થતંત્રને વેગ મળવાની ધારણા છે.