લોકશાહી દેશ ભારત નાં આધાર સ્તંભ મા મીડિયા નો પણ સમાવેશ, શું આપ જાણો છો કેટલી તાકાત છે મીડિયા પાસે

લોકશાહી દેશ ભારત નાં આધાર સ્તંભ મા મીડિયા નો પણ સમાવેશ, શું આપ જાણો છો કેટલી તાકાત છે મીડિયા પાસે

  • આપણો દેશ એ લોકશાહી દેશ છે. લોકશાહી એટલે સરકારનું એક એવું સ્વરૂપ જેમાં લોકોને સમાન રાજકીય અધિકાર પ્રાપ્ત થાય છે. લોકો પોતાના શાસનને ચૂંટી કાઢે છે અને તેને જવાબદાર બનાવે છે. આવી લોકશાહી સરકાર કેટલાક પાયાના સિદ્ધાંતને અનુરુપ ચાલે છે.

લોકશાહીના ૩ સ્તંભો છે.

૧) વિધાયિકા ( વિધાનસભા, વિધાન પરિષદ, રાજ્યસભા, લોકસભા )

૨) કારોબારી ( સરકારી કચેરીઓ વગેરે )

૩) ન્યાયતંત્ર ( રાજ્યની કોર્ટ, હાઈ કોર્ટ, કેન્દ્રની કોર્ટ, સુપ્રીમકોર્ટ વગેરે )

  • આ ત્રણ સ્તંભોના કાર્યો જાણી લઈએ.

૧) વિધયિકા : કાયદો બનાવવાનું અને તેમાં સુધારા વધારા કરવાનું કામ કરે છે.

૨) કારોબારી : વિધાયકા જે કાયદો બનાવે અથવા ફેરફાર કરાવે તેનો અમલ કરવાનું કામ કારોબારી હોય છે.

૩) ન્યાયતંત્ર : જો કાયદા ફેરફાર કરવામાં કે તેનો અમલ કરવામાં કોઇ ભંગ થાય તો તેને ઉકેલવાનું કામ ન્યાયતંત્રનું હોય છે.

  • મિત્રો, મીડિયા ને આપણા દેશની લોકશાહીનો ચોથો સ્તંભ માનવામાં આવે છે.

૪) મીડિયા : જો ઉપરના ત્રણે સ્તંભમાં કોઈ પણ સ્તંભ કાયદાનો ભંગ કરે તો તેને ખુલાસો કરવાનું કામ મિડિયાનું હોય છે.

  • આપણા દેશનું કોઈ રાજા કે કોઈ બાહ્ય સત્તા દ્વારા નિર્માણ કરવામાં નથી આવ્યું. આપણા દેશ ભારત નું આપણા બધા દ્વારા એટલે કે ભારતના લોકો દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે અને ભારતના લોકોએ જ તેના પ્રતિનિધિઓને ચૂંટયા છે જે દેશનું સંચાલન કરે છે. ભારતના લોકો જ સત્તાનો મુખ્ય સ્ત્રોત છે તથા તમામ પ્રકારની સત્તાઓનું જન્મ બિંદુ લોકો છે.