પહેલા ધોરણમાં ગણિતનો પ્રશ્ન મારા જેવા ઘણા વિદ્યાર્થીઓને મૂંઝવણમાં મુકતો હશે કે પાંચ અંકની સૌથી મોટી સંખ્યા કંઈ છે? આઠ અંકની સૌથી નાની સંખ્યા કંઈ છે? વગેરે... જેટલી મારી ઉંમર નહોતી તેના કરતા વધુ સંખ્યાના પ્રશ્નો પૂછવામાં આવતા હતા. તમે જ કહો આ અન્યાય નહી તો શું છે? એવા ઘણા બધા સવાલો છે જે મારી જેવા ભોળા વિદ્યાર્થીઓનુ લોહી પીતા હશે.
હેમખેમ કરીને આવા પ્રશ્નોથી છૂટા થયા ત્યાં બીજા પ્રશ્નો પાછળ પડી ગયા છે. ખાસ કરીને ત્યારે જ્યારે હું સિટીમાં જાવ છું ત્યારે સગા - સંબંધીઓ સાથે મુલાકાત થાય છે.
આ સિવાય, જ્યારે સિટીમાં ઓળખની વ્યક્તિ મળે છે, તો તે ચોક્કસપણે આ પ્રશ્ન પૂછે છે. એક જ પ્રકારનો પ્રશ્ન વારંવાર પૂછવાથી મન દંગ થઈ જાય છે. આ બધા સવાલોથી કંટાળી ને એમ થાય કે એક પોસ્ટર બનાવીને મારા ગળા પર પહેરી લવ. તો ક્યાં છે પ્રશ્નો આવો જાણીએ.
હું જીવનમાં ખુશ છું કે નહીં તેમાં લોકોને રસ નથી. તોપના ગોળાની જેમ, સબંધીઓ મારા પર પહેલો પ્રશ્ન ઉઠાવે છે- ભાઈ તું કેટલા પૈસા કમાઈ લે છો?' વડીલોની આદત છે કે તે ભીડ વચ્ચે ઊંચા અવાજમાં પૂછે - છોકરા ! તું કેટલા રૂપિયા કમાઈ લે છો હે ?
તે સમયે આસપાસના લોકો શ્વાસ રોકીને જવાબની રાહ જુએ છે. જો મારા પગારને વધારે કહું તો આજુબાજુના લોકો ખૂબ આદર કરશે, અને જો સાચું કહું કે ઓછા રૂપિયા કમાઈ લવ છું (જે ઘણી વખત ઓછું હોય છે) આજુબાજુના લોકો વિચારે છે કે, આ વ્યકિતનો આદર કરવો સમયની બરબાદી છે.
હવે આવે છે બીજો પ્રશ્ન. અહીં પણ તેને રસ નથી કે હું જીવનમાં ખુશ છું કે નહીં. વ્યક્તિ પૂછે છે- 'સારું, તમે ક્યારે લગ્ન કરી રહ્યા છો?' આ પ્રશ્ન પાછળ વડીલો દલીલ કરે છે કે અમારા બાળપણમાં લગ્ન થયા હતા અને તમારી ઉંમરે અમે પાંચ બાળકોના પિતા બન્યા હતા! હવે મને જ કહો કે એના બાળ લગ્ન થયા, આમાં મારો શું વાંક? જો મેં એ જમાનામાં બાળલગ્ન થતા જોયા હોત તો નક્કી, હું પોલીસને ફોન કરીને તેની ધરપકડ કરત.
ત્રીજો પ્રશ્ન. મારા કેટલાક પરિણીત મિત્રોને ત્રીજો પ્રશ્ન ઘણો પૂછવામાં આવે છે - તમે 'સારા સમાચાર' ક્યારે આપી રહ્યા છો? અરે ભાઈ, આ લોકો તેમના જીવનમાં સુખી છે. તો પછી તમે તમારી ખુશી માટે બીજા પર દબાણ કેમ કરો છો? શાંતિથી રહેવા દો. આવા પ્રશ્નોથી રોજિંદા ત્રાસ આપતા સંબંધીઓ/લોકો માટે કેટલીક કાલ્પનિક પ્રકારની સજા પણ હોવી જોઈએ. મોદીજી, સાંભળી રહ્યા છો ને તમે?