khissu

હાથિયો નક્ષત્ર શરૂ થતાંની સાથે જ કડાકા ભડાકા અને તોફાની બેટિંગ શરૂ, જાણો કેટલા દિવસ ચાલશે, કેવી આગાહી?

નમસ્કાર મિત્રો, નક્ષત્રોમાં સૌથી પ્રખ્યાત, સૌથી જાણીતું, સૌનું પ્રિય એટલે હાથી નક્ષત્ર.

વરસાદમાં રુચિ ધરાવતા ઘણા લોકો એવા હશે જેને બીજા કોઈ નક્ષત્રની ખબર હોય કે ના હોય હાથિયા નક્ષત્ર ની ખબર હોય છે. 

જો વરસે હાથીયો તો મોતીએ પુરાય સાથીયો, હાથિયો વર્ષે હાર તો આખું વર્ષ પાર, 

હાથિયો વરસે તો આગળનું વર્ષ પણ સારું થાય. 

આ નક્ષત્ર નો વરસાદ એટલે ચોમાસા નો છેલ્લો વરસાદ ગણાય ત્યારબાદ માવઠા ગણાય. 

ગુજરાત રાજ્યમાં આજથી હાથી નક્ષત્રની શરૂઆત થશે. આજે એટલે કે 26 તારીખથી લઈને 10 ઓક્ટોબર સુધી હાથી નક્ષત્ર ચાલશે. હાથી નક્ષત્રનું વાહન મોરનું છે. આજે રાત્રે 12 અને 11 મિનિટે આ નક્ષત્ર શરૂ થશે. 

સામાન્ય રીતે હાથી નક્ષત્રમાં વરસાદ બપોરે પછીના સમયગાળામાં કડાકા ભડાકા સાથે પડતો હોય છે. એવું કહેવાય છે કે હાથી નક્ષત્ર ના શરૂઆતના ત્રણ દિવસ વરસાદ ન પડે અને પછી વરસાદ પડતો ન હોય એટલે કે હાથીક ત્રણ પગ ઊંચા કરી લે પછી વાંધો ન આવે. પરંતુ ઘણી વખત છેલ્લે છેલ્લે પણ નક્ષત્રમાં વરસાદ પડી જતો હોય ત્યારે એવું કહેવાય છે કે હાથીડો છેલ્લે છેલ્લે પૂંછડી ફેરવતો ગ્યો એટલે કે છેલ્લે ઘણી વખત ભારે વરસાદ પડી જતો હોય

Hathi nakshtr (હાથી નક્ષત્ર) નવો વરસાદ રાઉંડ શરૂ. 

આ વર્ષે હાથિયો બેસતા જ તેની સૂંઢ છુટા છવાયા વિસ્તારમાં ફેરવવાનું ચાલુ કરશે કેમ કે હાલ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ગ્યો છે. 

હાથી નો વરસાદ સમય પ્રમાણે ફાયદાકારક અને નુકશાનકારક બને ગણી શકાય. જે વર્ષે ચોમાસા નો પાછળ નો ભાગ નબળો હોય એ વર્ષે ફાયદાકારક ગણાય અને હાથીયા નું ઠંડુ પાણી અને વધુ પડતો પવન પાકો ને નુકશાન કરી શકે છે.

હાથી નક્ષત્રમાં કેવો વરસાદ પડે? આગાહી 

આ નક્ષત્ર ની ખાસિયત છે કે કાન ફાડી નાખે તેવા તીવ્ર વીજળીના કડાકા ભડાકા થાય. ઘણી જગ્યાએ વીજળી પણ પડે અને મીની વાવાઝોડા જેવા પવન સાથે આગમન થાય અને બપોર બાદથી રાત સુધી ના સમયગાળા દરમિયાન જ વધુ જોર કરે આ બધી તેની વરસવાની મુખ્ય ખાસિયત છે. 

પરંતુ જે વર્ષે હાથીયા માં લો પ્રેશર ગુજરાત પર આવે ત્યારે જ્યાં લો પ્રેશર ના વાદળો નો મુખ્ય ઘેરાવો હોય ત્યાં આ બધી ખાસિયત સાથે વરસાદ ના પડે માત્ર તીવ્ર ગાજવીજ સાથે પડે અને પવન ના પણ હોય પરંતુ સિસ્ટમ ના કેન્દ્રના ઘેરાવા થી દુર જે થન્ડરસ્ટ્રોમ બને તેમાં તેની ખાસિયતો સાથે વરસાદ પણ પડે.