khissu

લેબર કોડ બિલ શું છે? જાણો વિવિધ કંપનીમાં કામ કરતાં નોકરિયાત અને મજૂરો માટે ના નવા નિયમો અને કાયદાઓ

લેબર કોડ બિલ (labour code bill) ના  ૩ નવા કાયદાઓ સંસદમાં પાસ કરવામાં આવ્યા છે. આ ત્રણ કાયદાના નામ છે, સ્વાસ્થ્ય અને કાર્ય દશા સહિંતા 2020, ઔદ્યોગિક સબંધ સહિંતાં 2020 અને સામાજિક સુરક્ષા સહીંતા 2020. આ નવા કાયદા પ્રમાણે વિવિધ કંપનીઓમાં કામ કરતા નોકરિયાત અને મજદૂરો ને અમુક નિયમો નું પાલન કરવું પડશે અને અમુક હકો મળશે. તો ચાલો જોઈએ કાયદાના મુખ્ય મુદ્દાઓ.

આ કાયદાના કારણે કંપનીઓને તેના કર્મચારીઓને નોકરીમાંથી કાઢવાનું આસાન થઈ જશે. ૩૦૦ કર્મચારીઓ સુધીની કંપનીઓને કર્મચારીઓને નોકરીમાંથી કાઢવા માટે સરકારની અનુમતિ લેવાની જરૂર રહેશે નહીં. 300થી વધારે કર્મચારીઓને નોકરીમાંથી કાઢતી વખતે સરકાર ની લેખિત મંજૂરીની જરૂર રહેશે.

નવા કાયદા પ્રમાણે મજુરની સામાજિક સુરક્ષાની જવાબદારી કંપની ઉપર રહેશે. કોન્ટ્રાક્ટ ઉપર કામે જતા કર્મચારીઓ કેમ મજૂરોને દિવસમાં આઠ કલાક અને અઠવાડિયામાં દિવસ કામ કરાવી શકાશે. આથી વધારે કામ ઓવરટાઈમ ગણાશે અને તેના અલગથી પૈસા ચૂકવવા પડશે. ત્યારે ઘણા કોન્ટ્રાક્ટ મા મજૂરોને રવિવારની રજા આપવામાં આવતી નથી જે આ કાયદાઓનો અમલ પછી ગુનો બનશે. 

જો કોઈપણ મજુર એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં કામ અર્થે બહાર જાય છે અને તે બીજા રાજ્યમાં મજૂરી કે નોકરી કરે છે અને મહિનાની આવક ૧૮ હજાર રૂપિયાથી ઓછી હોય તો તે પ્રવાસી મજૂરની કેટેગરીમાં ગણાશે. 

અત્યાર ના કાયદા મુજબ ફક્ત પબ્લિક યુટીલીટી સર્વિસ વાળા કર્મચારી અનેજ હડતાલ ઉપર જવા પહેલા નોટિસ દેવાની જરૂર પડતી હતી. પરંતુ નવા કાયદા પછી કોઈપણ પ્રકારના મજૂરોને કે કર્મચારીઓને હડતાળ પર ઉતરવાના 14 દિવસ પહેલા નોટિસ આપવી પડશે. આનાથી કોઈપણ યુનિયનની હડતાલ પર ઉતરવુ મુશ્કેલ થઈ જશે. 

વિપક્ષ આ કાયદાને મજૂર વિરોધી કહી રહી છે. જ્યારે સરકારનો દાવો છે કે આ કાયદાથી વ્યાપાર કરવો સરળ બનશે. ઉપરના કાયદાઓ અને નિયમો પછી આ કે તમારું શું માનવું છે. આ કાયદો ખરેખર મજૂરો અને નોકરિયાતો ના હિતમાં છે કે નહીં. કોમેન્ટ સેક્શન માં તમારું મંતવ્ય આપી શકો છો.