આપણા મનમાં અનેક પ્રકારના પ્રશ્નો ઉદભવતા હોય છે જેનો જવાબ શોધવા મુશ્કેલ છે પણ અસંભવ તો નથી જ. કંઇક એ જ પ્રકારનો તમને સવાલ થતો હશે કે મૃતદેહ નું પોસ્ટ મોર્ટમ (POSTMORTEM) રાત્રી દરમિયાન કેમ નહિ થતું હોય ? દિવસે જ કેમ થાય છે ? તો ચાલો તમને જણાવીએ તેનું કારણ.
ખરેખર પોસ્ટ મોર્ટમ એ એક પ્રકારનું ઓપરેશન હોય છે. જેમાં મૃતદેહનું પરીક્ષણ કરવામાં આવે છે. મૃતદેહનું પરીક્ષણ એટલાં માટે કરવામાં આવતું હોય છે કે તેનું મૃત્યુ ક્યાં કારણે થયું તે જાણી શકાય છે. જેમાં તેના સગા સંબંધી ની સહમતી જરૂરી હોય છે. પરંતુ કોઈક વખત પોલીસ અધિકારી જાતે જ પોસ્ટ મોર્ટમ કરવાની પરવાનગી આપે છે જેમ કે હત્યાની ઘટના.
મીડિયાના જણાવ્યા અનુસાર વ્યક્તિનું મૃત્યુ થયા બાદ 6 થી 7 કલાકની અંદર પોસ્ટ મોર્ટમ કરવામાં આવે છે કારણકે જો તેનાથી વધુ સમય નીકળી જાય તો મૃતશરીરમાં પ્રાકૃતિક પરિવર્તન થવા માંડે છે. મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવા માટેનો સમય સૂર્યોદય થી લઈને સૂર્યાસ્ત સુધીજ હોય છે.
આ પાછળ નુ કારણ એ છે કે રાત્રિના સમયે ટ્યુબલાઇટ કે એલીડીના કૃત્રિમ પ્રકાશમાં મૃત શરીર પર પડેલા ઘા નો રંગ જાંબલી કલરનો થઈ જાય છે અને ફોરેન્સિક સાયન્સમાં જાંબલી રંગના ઘા નો કોઈપણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. પોસ્ટ મોર્ટમ રાત્રી દરમિયાન ન કરવાનું ધાર્મિક કારણ પણ છે. કારણ કે ઘણા ધર્મોમાં રાતે અંતિમ સંસ્કાર કરવામાં આવતો નથી.