હોળીના દિવસે ભાંગની પરંપરા કેમ? જાણો આ તહેવાર સાથે શું છે સબંધ?

હોળીના દિવસે ભાંગની પરંપરા કેમ? જાણો આ તહેવાર સાથે શું છે સબંધ?

ભારત દેશમાં તહેવારોમાં ખાણી-પીણીનો સબંધ સીધો સાંસ્કૃતિક અને સામાજિક મહત્ત્વ સાથે જોડાયેલો છે. પરંતુ આ વખતે કોરોના મહામારી ના કારણે હોળીનો તહેવાર ઓછો રંગાશે. હોળીના દિવસે ભાંગનું મહત્વ થોડુક વધારે જોવા મળતું હોય છે.

રવિવારે હોળીકા દહન કરવામાં આવશે અને સોમવારે રંગો વાળી ધૂળેટી ગાઇડલાઇન અનુસાર ઉજવવામાં આવશે. હોળી કુલ પાંચ દિવસનો તહેવાર કહેવાય છે. પરંતુ covid-19 મહામારી ના કારણે હોળી ફિક્કી લાગશે.

મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ જેવા મોટા રાજ્યમાં હોળીના દિવસે સાર્વજનિક ઉત્સવ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. એવામાં ભાંગની દુકાનો પણ બંધ રહેશે. તમને જણાવી દઈએ કે ભાંગનો સીધો સંબંધ ભગવાન શિવની સાથે રહેલો છે. પરંતુ હોળીના દિવસે ભાંગ પીવામાં આવે છે તેની પરંપરા ભગવાન શિવ સાથે જોડાયેલી નથી.

એક વાર્તા એવી છે કે ભગવાન શિવ ધ્યાનમાં લીન હતા. પાર્વતીજી એવું ઇચ્છતા હતા કે ભગવાન શિવજીનું તપ તૂટે અને દામ્પત્ય જીવનનું સુખ ભોગવે. ત્યારે કામદેવે તીર ઉપર ફુલ બાંધીને શિવજી પર છોડ્યું, ગૃહસ્થ જીવનમાં આવવા માટે આ ઉત્સવથી ભાંગની શરૂઆત થઈ.

એક કથા એવી પણ છે કે ભગવાન શિવ અને વિષ્ણુ દોસ્તીનું પ્રતિક છે. અને તમે પ્રહલાદની કથા તો સાંભળી હશે. તેની સાથે પણ ભાગનું મહત્વ જોડાયેલું છે. ધાર્મિક માન્યતાઓમાં એવું પણ છે કે સમુદ્ર મંથન વખતે અમૃત નીકળ્યું હતું ત્યારે તેનું એક ટીપુ મંદાર પર્વત ઉપર પડ્યું હતું. આ ટીપાથી એક એવો છોડ પ્રગટ થયો જેને ઔષધીય ગુણો વાળો ભાંગનો છોડ માનવામાં આવે છે. તણાવમુક્તિ માટે ભાંગનું સેવન દેશમાં અલગ અલગ રીતે થાય છે. ખાસ કરીને હોળીના દિવસે મીઠાઈ પકવાન અને પાન સાથે ભેળવીને ખાવામાં આવે છે.